Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મહેસાણાના કડીમાં પ્રેમ પ્રકરણ મુદ્દે સર્જાયેલ તકરાર ઉગ્ર બની:ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ઉશ્કેરાયેલ શખ્સોએ તોડફોડ કરી 12 લાખની મતાની લૂંટ ચલાવી

મહેસાણા: શહેરમાં પ્રેમ પ્રકરણના મુદ્દે સર્જાયેલી તકરાર એકાએક ઉગ્ર બનતાં કડી હાઇવે ત્રણ રસ્તા ઉપર આવેલી એક ઇલેકટ્રોનિકસની દુકાનમાં એસપીજી ગુ્રપના પ્રમુખ સહિત ૧૦૦વ્યક્તિઓના ટોળાએ ઉશ્કેરાટમાં આવી જઇ ભારે તોડફોડ કરી રોકડ તેમજ ઇલેકટ્રોનીકસ ચીજવસ્તુઓ મળી રૃ.૧૧.૮૦ લાખના મુદ્દામાલની લુંટ કરી નાસી છુટયા હતા. ઘટના અંગે પોલીસે ૧૧ વ્યક્તિ સામે નામજોગ અને ૧૦૦ના ટોળા વિરૃધ્ધ ગુનો દાખલ કરી તપાસ આરંભી છે.

કડી ખાતેના કરણનગર રોડ ઉપર આવેલ એસપીજી ગુ્રપના કાર્યાલયે યુવતી સાથેના પ્રેમસબંધનના મામલે સમાધાન કરવા અમરસિંહ ઉર્ફે રાહુલ તેમજ તેનો મિત્ર આર્યન આવ્યા હતા. અહીં ચર્ચા દરમિયાન એસપીજીના કડીના પ્રમુખ આશીષ પટેલ સહિતના લોકો એકાએક ઉશ્કેરાઇ ગયા હતા. અને બંનેને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી તેઓએ ત્યાંથી પોતાની કારમાં નજીક આવેલી હોટલમાં પહોંચી કડી હાઇવે ત્રણ રસ્તા ઉપર ઇલેકટ્રોનીકસની દુકાન ચલાવતા કૌંટુબંક ભાઇ હેમંત લાલસિંહ જાદવને જાણ કરી હતી. જેથી તેઓ પોતાની દુકાન બંધ કરીને ગંગોત્રી હોટલ જવા નીકળ્યા હતા. ત્યારે માર્ગમાં તેઓને સમાચાર મળેલ કે એસપીજી ગુ્રપનું ટોળં તેમની દુકાનમાં તોડફોડ કરે છે. ઉશ્કેરાયેલા ટોળાએ અંદરથી મોબાઇલટેલીવિઝનએસેસરીઝ સહિતની ઇલેકટ્રોનીકસ ચીજવસ્તુઓ તેમજ રોડક મળી કુલ રૃ.૧૧.૮૦ લાખની મત્તાની લુંટફાટ મચાવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો આવી પહોંચતા ટોળું ફરાર થઇ ગયું હતું. અંગે હેમંતસિંહ જાદવે કડી પોલીસ મથકે ૧૧ સામે નામજોગ અને ૧૦૦ વ્યક્તિના ટોળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(5:37 pm IST)