Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ગાંધીનગરના દહેગામમાં બે વર્ષ અગાઉ મારામારીની ઘટનામાં આધેડને મોતનેઘાટ ઉતારનાર શખ્સને અદાલતે પાંચ વર્ષની સજાની સુનવણી કરી

ગાંધીનગર: જિલ્લાના દહેગામ શહેરમાં બે વર્ષ અગાઉ મારામારીની ઘટનામાં એક આધેડનું મોત નીપજયું હતું અને સંદર્ભે ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગર એડી.સેસન્સ કોર્ટમાં ચાલી જતાં બદ ઈરાદાતન મોત નીપજાવવાના ગુનામાં આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે જયારે અન્ય ત્રણ આરોપીઓને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.

કેસની મળતી વિગતો પ્રમાણે દહેગામ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતાં હસનભાઈ ઉર્ફે અકબરભાઈ કરીમભાઈ મનસુરીએ દીકરીને પરેશાન કરવાની બાબતમાં સોસાયટીમાં રહેતા સીરાજ મહંમદ બાબુભાઈ શેખ, મહંદમ જુનેદ સીરાજ મહંમદ શેખ, હુસ્નમુબારક ઉર્ફે સીરાજ મહંમદ શેખ અને સોએબ મહંમદ સીરાજ મહંમદ શેખને ઠપકો આપ્યો હતો. જેમાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મીનાબેન, પરવીનભાઈ તેમજ ફીરોજભાઈને જેમફાવે તેમ ગાળો બોલી હસનભાઈ ઉપર હુમલો કર્યો હતો અને જેમાં તેમનું મોત નીપજયું હતું. સંદર્ભે દહેગામ પોલીસ મથકમાં હત્યાની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જે કેસ ગાંધીનગરના બીજા એડી.સેસન્સ જજ એસ.એન.સોલંકીની કોર્ટમાં ચાલી જતાં ર૭ સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને ફરિયાદપક્ષે સરકારી વકીલ પી.ડી.વ્યાસે સાહેદો તેમજ તપાસ અધિકારીની જુબાની લીધા બાદ આરોપીઓને સજા કરાવવા ધારદાર દલીલો કરી હતી. જેના પગલે કોર્ટે તમામ દલીલો ગ્રાહય રાખી આરોપી હુસ્ન મુબારક ઉર્ફે મુબારક સીરાજ મહંમદ શેખને આઈપીસી ૩૦૪ ભાગ- ના ગુનામાં કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને આઈપીસી ૩પ૪ના ગુનામાં બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

(5:36 pm IST)