Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ગાંધીનગરમાં ઘરફોડ ચોરીની ઘટનામાં ભરખમ વધારો:દુકાનનું શટર તોડી તસ્કરોએ ત્રણ લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે સરગાસણમાં આવેલી સ્વાગત ફલેમીંગોની પાછળના વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ત્રણ લાખની રોકડ ચોરી ગયા હતા. સંદભે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો તરખાટ મચાવી રહયા છે ત્યારે થોડા સમય અગાઉ વાવોલમાં સાત મકાનોના તાળાં તુટયા હતા ત્યારબાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરોએ તરખાટ મચાવવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે સરગાસણમાં તસ્કરોએ વધુ એક દુકાનને નીશાન બનાવી છે અને સ્વાગત ફલેમીંગોની પાછળના ભાગે આવેલી દુકાનનું શટર તોડીને તસ્કરોએ તેમાંથી ત્રણ લાખ ઉપરાંતની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. સવારે વેપારીને ઘટના અંગે જાણ થતાં પોલીસને બનાવથી વાકેફ કરી હતી અને તેના પગલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે

(5:30 pm IST)