Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

વડોદરાના નવાબજારમાં બૂટમાં સંતાડીને ગાંજાની હેરાફેરી કરતા કેદની ઝડપી જેલ સત્તાવાળાઓને સોંપવામાં આવ્યો

વડોદરા: શહેરના નવાબજારના મયંક ટેલરની હત્યામાં સંડોવાયેલા નામચીન ચિરાગ પંડયા અને સમીર પંડયાએ મંગાવેલો ગાંજાનો જથ્થો બુટમાં છુપાવીને લઇ જતો એક કેદી ઝડપાઇ જતા જેલ સત્તાવાળાઓએ પોલીસને સોંપી દીધો છે.

અંગેની વિગત એવી છે કે સેન્ટ્રલ જેલમાંથી કેટલાંક કેદીઓને જાપ્તામાં લઇ ગયા હતાં. બાદમાં કેદીને પરત જેલમાં લાવતા કેદીઓની અંગજડતી કરવામાં આવી ત્યારે રાજા ઉર્ફે રાજેશ નીતેશભાઇ નામના કેદીએ પહેરેલા બુટની નીચેથી છુપાવી રાખેલો ગાંજાનો જથ્થો મળ્યો હતો. ગાંજાનો જથ્થો જેલમાં લઇ જવાનો હોવાનું જણાતા જેલ સત્તાવાળાઓ ચોંકી ગયા હતાં. અંગે રાજા ઉર્ફે રાજેશની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે વડોદરાના મંગળબજારમાં રહેતા તેમજ હત્યાના ગુનામાં જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા ચિરાગ પંડયા અને સમીર પંડયાએ જણાવેલ કે લોકઅપરુમના બાથરૃમની ડસ્ટબીનમાં ગાંજાનો જથ્થો છુપાવીને રાખ્યો છે તે લઇને આવવાનો છે. પોલીસ સમક્ષ કબુલાત બાદ રાજાને રાવપુરા પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવાયો છે.

(5:26 pm IST)