Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

વડોદરાના વારસિયા સંજય નગરમાં ગેરકાયદે ઘુસી ઝુંપડા ઉભા કરનારને ત્યાં કોર્પોરેશન ત્રાટક્યું:તોડફોડની કામગીરી હાથ ધરી જમીન ખાલી કરાવવામાં આવી

વડોદરા: શહેરમાં વારસિયા સંજય નગર ખાતે પીપીપી પ્રોજેક્ટ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બાંધવાની યોજના છે. સ્થળે અગાઉ ઝૂંપડા હતા અને ઝૂંપડા તોડીને જગ્યા ખાલી કરી હતી. દરમિયાન ઝૂંપડા વાસીઓના આઠ કુટુંબો સ્થળે ગેરકાયદે ઘુસી ગયા હતા અને પતરાના ઝુંપડા ઉભા કરી દીધા હતા. જેથી કોર્પોરેશને સ્થળે ત્રાટકીને ઝૂંપડાં તોડી પાડયા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંજયનગર વારસિયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બાંધી રહી છે. પ્રોજેક્ટ માટે અગાઉ અહીં જમીનનો પ્રશ્ન હતો જેહલ થતા કામગીરી શરૂ થઇ છે. અહીં 15 સ્લમ હતા અને તેના રહેવાસીઓને ત્યાં મકાનો બાંધીને આપવાના છે. યોજના હેઠળ લોકોને મકાન મળે ત્યાં સુધી દર મહિને નક્કી કરેલુ ભાડું આપવાનું હતું પરંતુ ભાડું નિયમિત નહીં મળતા હોવાની ફરિયાદના આધારે કેટલાક ઝુપડા વાસીઓ ફરી અહીં ઘૂસી ગયા હતા અને ઝુંપડા બાંધીને રહેવાનું ચાલુ કર્યું હતું.

(5:25 pm IST)