Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

શેઠ શ્રી એમ જે શાહપુરવાલા હાઈસ્કૂલ કમીજલા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો

નળકાંઠા કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ અને લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ શેઠ શ્રી એમ જે શાહપુરવાલા હાઈસ્કૂલ કમીજલા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો. 

 આ કાર્યક્રમમાં નળકાંઠા કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ પરેશભાઈ શાંતિલાલ શાહ, ટ્રસ્ટી કાશ્મીરાબેન, ઇશાનીબેન, લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ હરિવંશભાઈ શુક્લ એ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. 

  શાળાના આચાર્ય રઘુભાઈ અલગોતર દ્વારા પ્રસ્તાવિક પ્રવચન કરી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મંડળના પ્રમુખ પરેશભાઇ શાહ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને પેન અને પેડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ સાથે પાસ થવાની શુભકામનાઓ આપવામાં આવી હતી.

(4:56 pm IST)