Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ત્રિપદા ગુરુકુલમ માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ અને હોલ ટિકિટ વિતરણ કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામ ગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા ત્રિપદા ગુરુકુલમ માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ અને હોલ ટિકિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડીસીએમ કોલેજ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અશ્વીનભાઇ આણદાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જગદીશભાઈ જોશી ત્રિપદા ગુરુકુલમ કેમ્પસ ડાયરેક્ટર હિરેન ભાઈ જોશી આચાર્ય બ્રિજેનભાઈ પંડ્યા, વાલીઓ સહીત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:43 pm IST)