Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કેવડિયા ખાતે કોન્કલેવના ઉદ્ઘાટનમાં આવેલા અદનાન સામીએ દિલ્હીમાં થયેલી હિંસા મુદ્દે મોટું નિવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદાના કેવડિયાના ટેન્ટ સીટી-2 ખાતે 28મી ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધીનો ત્રણ દિવસીય ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવ 2020 નો પ્રારંભ થયો હતો.જેમાં દેશ-વિદેશના રાજકીય, ઔદ્યોગિક, મીડિયા ફિલ્મ સહિત અન્ય ક્ષેત્રના અગ્રણી ઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. 

 ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કોન્કલેવના ઉદ્ઘાટન સત્રમાં આસામના મુખ્યમંત્રી સરબાનંદ સોનોવાલ પીપલ્સ મજલિસ ઓફ માલદીવ્સના માનનીય સ્પીકર મોહમ્મદ નાશીદ, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર, પૂર્વ કોન્કલેવ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ સહિત મહીન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા,મીડિયા જગતના અરનાબ ગોશ્વામી, સ્વપન દાસગુપ્તા, એમ.જે.એકબર,કે.જે. અલફોન્સ, સ્મિતા પ્રકાશ બૉલીવુડના મ્યુઝિક ડાયરેકટર કમ સિંગર અદનાન સામી જેવા ગણમાન્ય વ્યક્તિઓનો હાજર રહી ચર્ચા કરી હતી.

  સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે આખા દેશમાં એવી ભાવના છે કે આખો દેશ એક થવો જોઈએ.એક સાથે કામ થવું જોઈએ હજારો વર્ષોથી ચાલતી આવતી આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખી દેશ અને વિશ્વના વિકાસ માટે ખાસ ચર્ચા આ ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવશે. વિશ્વના કેટલાક દેશો માંથી અને ભારતના વિવિધ રાજ્યો માંથી અનેક લોકો અહીં પોતાના મંતવ્ય મુકશે.

 આ કોન્કલેવમાં ભાગ લેવા પરિવાર સાથે આવેલા સિંગર અને બોલીવુડના મ્યુઝિક ડાયરેકટર અદનાન સામી એ જણાવ્યું હતું કે પોતે પાકિસ્તાની હોવા છતાં ઇન્ડિયાના લોકોથી પ્રેમ મળ્યો અને હુ આજે ઇન્ડિયામાં સક્સેસ છું.જે ભારતીયોએ આજે મને સફળ બનાવ્યો, ખરેખર ભારત એક છે અને ભારતને એક કરવા આપણે બધાએ એક થઈ મહેનત કરવી જોઈએ.સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની અજાયબી છે. દિલ્હી હિંસા બાબતે જણાવ્યું હતું કે ત્યાં પોલિટિક્સ થઈ રહ્યું છે.આ પોલિટિક્સ બંધ થવું જોઈએ અને હવે અમન અને શાંતિ રાખો હું હાથ જોડું છું કહી વિરોધ કરતા લોકોને શાંતિ રાખવા વિનંતી કરી હતી.

(4:40 pm IST)