Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

અશક્ત વૃદ્ધાને મેડિકલ સારવાર અપાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ વ્યારા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : એક જાગૃત વ્યક્તિએ અશક્ત વૃદ્ધ મહિલાને મદદ પહોંચડવા 181અભયમ મહિલા હેલ્પલાઇનમા કોલ કરતા વ્યારા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક પહોંચી વૃદ્ધાની અશક્તિ અને બેભાન પરિસ્થિતિ જોતા 108 એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક રેફરલ હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 

  છેલ્લા કેટલાય દિવસથી પાનવાડી વિસ્તારમા આ વૃદ્ધ મહિલા બિન વારસી હાલતામા બેભાન જેવી હાલતમા પડ્યા હતા જેથી એક જાગૃત વ્યક્તિએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનમા મદદ માંગતા વ્યારા અભયમ રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચતા તેમની હાલત ગંભીર જણાતા તેમની પૂછપરછ કરતા તેમણે ત્રુટક ભાષામા જણાવેલ કે તે ડોલવણ પાસેના ગામના છે અને બીજી માહિતી આપી શક્યા ન હોય જેથી તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અભયમ ટીમ દ્વારા ડોલવણ તાલુકામા સરપંચનો સંપર્ક કરી વૃદ્ધાના પરિવારને શોધી કાઢવામાં સફળતા મળી હતી.

(4:38 pm IST)