Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ડેડીયાપાડા તાલુકામાં સગીર બાળકીના અપહરણ બાદ કપાસના ખેતરમાં લઇ જઇ બળાત્કાર

હવસખોર યુવાન ગામમાં મંડપ બાંધવા આવ્યો હતો તેણે બે સગીર બાળાને ૧૦ રૂપિયાની લાલચ આપી કુદરતી હાજતે આવવા કહ્યું બાદમાં એકનું અપહરણ કરી લઈ ગયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામમાં સગીર વયની બાળકીનું અપહરણ કરી કપાસના ખેતરમાં લઈ જઈ બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ હોય ત્યાં અર્જુન ભારજીભાઇ વસાવા (રહે. થલતર ,તા. ડેડીયાપાડા )નામનો યુવાન મંડપ બાંધવાના કામે આવ્યો હતો મંડપ નીચે બે સગીર વયની બાળકીઓ રમતી જોઈ યુવાનની નજર બગડી તેણે બાળકીને દશ રૂપીયા આપીશ તેવી લાલચ આપી પોતાની સાથે ખેતરો તરફ કુદરતી હાજતે ચાલો તેમ કહેતા ભોગ બનનારે ના પાડતા હવસખોરે એક સગીરાને હાથમાં ઉચકી અપહરણ કરી ખેતર તરફ લઇ જતા તેની પાછળ બીજી બાળકી પણ ગઇ હોય હવસખોર કપાસના ખેતરમાં  લઇ ભોગ બનનારને ધમકી આપી બળાત્કાર કરી ગુપ્ત ભાગે ઇજાઓ કરતા આ બાબતે ભોગ બનનાર બાળકીની કાકીએ હવસખોર યુવાન અર્જુન ભારજીભાઇ વસાવા ( રહે .થલતર ,તા.ડેડીયાપાડા)  વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ આર. એન. રાઠવા ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ડેડીયાપાડા સર્કલ ચલાવી રહ્યા છે.

(4:22 pm IST)