Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સોલાર રૂફ ટોપ માટે ૧ લાખથી વધુ અરજીઓ : મુદત ૧પ માર્ચ સુધી લંબાવાઇ

ગાંધીનગર, તા. ર૯ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના પ્રેરક નેતૃત્વ હેઠળ બિન-પરંપરાગત ઊર્જાના ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે ત્યારે ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં પર્યાવરણના જતનની સાથે સાથે કુદરતી સ્ત્રોતો દ્વારા ઉર્જાનું ઉત્પાદન થાય એ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ ધ્યાને કેન્દ્રિત કરીને આ સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ૨૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ કાયર્િાન્વત કરી છે. આ યોજનાએ રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થઈને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા પાંચ માસમાં ૧ લાખથી વધુ વીજ ગ્રાહકોએ સોલાર રૂફટોપ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવીને દેશભરમાં અને ગુજરાતમાં સૌથી વધુ રજીસ્ટ્રેશનનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

ઉર્જા મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, આ યોજનાને અપ્રતિમ સફળતા મળી છે. આ યોજના દ્વારા વીજ ગ્રાહકો પોતાના દ્યરવપરાશ માટે વીજળી ઉત્પાદિત કરીને વાપરી શકશે અને વધારાની ઉત્પાદિત વીજળી પોતે વેચીને વધારાની આવક પણ મેળવી શકશે. આ વીજળી રાજય સરકાર ખરીદશે. આ માટે રાજય સરકારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ને નોડલ એજન્સી પણ જાહેર કરી છે અને ૪૫૯ એજન્સીઓને રાજય સરકાર દ્વારા માન્યતા આપી દેવાઈ છે.

ઉર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપ ને પ્રોત્સાહન અને ઙ્ગવેગ મળે તે હેતુથી રાજય સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરાઈ હતી.રહેણાંક હેતુના ગ્રાહકો પોતાના ઘર પર સૌર ઉર્જા ઉત્પન્ન કરી વધારાની ઉર્જા ગ્રીડમાં વેંચી વધારાની આવક મેળવી રહ્યા છે. વીજ ગ્રાહકો વીજ ઉત્પાદન પોતાના દ્યરવપરાશ બાદ ગ્રીડમાં મોકલેલ વધારાની વીજળી વીજવિતરણ કંપની દ્વારા રૂ.૨.૨૫ ના દરે ખરીદવામાં આવશે. સોલાર રૂફટોપની અરજી કરવાની ,સ્થાપિત કરવાની અને તેને સંલગ્ન ઙ્ગવિવિધ કામીગીરીની દેખરેખ માટે ઓનલાઈન પોર્ટલ કાયર્િાન્વત કરવામાં આવ્યું છે. સાથે સાથે ઓનલાઈન અરજીની નોંધણી માટે દસ્તાવેજી પુરાવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. આગામી ત્રણ વર્ષમાં ૧૮૦૦ મેગાવોટની સોલર રૂફટોપ ક્ષમતા સ્થાપિત કરવાનું રાજય સરકારનું આયોજન છે. જેથી ખેતીવાડી ફીડરના કૃષિ ગ્રાહકોને દિવસ દરમિયાન પાવર આપી શકાશે

આ યોજના હેઠળ ચાલુ નાણાંકીય વર્ષમાં અરજી નોંધાવવા માટે છેલ્લી તારીખ ૨૮//૨૦૨૦ રાખવામાં આવેલ પરંતુ આ તારીખ લંબાવવા માટે થયેલ અનેક રજુઆતો તેમજ અત્યાર સુધીમાં આ યોજનાને મળેલ ભારે પ્રતિસાદને લક્ષમાં લઈને આ તારીખને ૧૫//૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે.

(4:02 pm IST)