Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

રાજ્યસભા ચૂંટણી આવે છે, તમારે આવવું હોય તો આવો

વિધાનસભામાં ગૃહ પ્રધાન પ્રદિપસિંહની કોંગ્રેસ ધારાસભ્યોને ખુલ્લી ઓફર

અમદાવાદ તા. ૨૯ : રાજયસભાની ચૂંટણીનું એલાન થઈ ચૂકયું છે. સાથે જ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેને કારણે હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. એવામાં વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના નિવેદન પર ભારે હોબાળો મચી જવા પામ્યો છે. પ્રદીપસિંહે વિધાનસભામાં જ કોન્ગ્રેસના ધારાસભ્યને ઓફર કરી કે રાજયસભાની ચૂંટણી આવે છે, તમારે આવવું હોય તો આવી શકો છો.

હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભામાં કાર્યવાહી દરમિયાન કોન્ગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે જેઠાભાઈને કહ્યું હતું કે કુંવરજીભાઇ જવાહરભાઈ મંત્રી બનશે, તમે નહીં. કોંગ્રેસના ધારાસભ્યની આવી પ્રતિક્રિયા પર તરત જ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા તરત જ એકશનમાં આવી ગયા હતા અને ગુલાબસિંહની વાત પર કટાક્ષ કરતાં પ્રદીપ સિંહે તેમને વિધાનસભામાં જ બીજેપીમાં જોડાવાની ઓફર કરી દીધી હતી.

પ્રદીપસિંહની આ ટિપ્પણી પર રાજકારણ ગરમાયું હતું અને પ્રદીપસિંહની ઓફરને લઈ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે રાજયસભાની ચૂંટણી સમયે જ બીજેપી તોડજોડ કરે છે. બીજેપી તરફથી ધારાસભ્યોને તોડવાની કોશિશ થાય છે. રાજયસભામાં બીજેપીને એક બેઠક ગુમાવવાનો ડર છે.

(3:55 pm IST)