Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

શિક્ષકાની કાર નીચે શાળાની વિદ્યાર્થીની કચડાતા મોત થયું

બનાસકાંઠાના રાણપુર આંબા ગામમાં બનેલી ઘટના : વિદ્યાર્થીનીના મોતને લઇને સ્થાનિક ગ્રામજનોએ વિરોધમાં બંધ પાળ્યો : શિક્ષિકા વિરૂધ્ધ કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી

અમદાવાદ, તા.૨૯ : બનાસકાંઠાના રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા  શાળાના કમ્પાઉન્ડમાં કાર શીખી રહ્યા હતા તે દરમ્યાન પોતાની કાર ગફલતભરી રીતે હંકારી શાળામાં ધોરણ-૨માં અભ્યાસ કરતી માસૂમ વિદ્યાર્થીનીને કાર નીચે કચડી નાંખતાં તેનું રૂ મોત નીપજયું હતું. બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક ગ્રામજનોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બીજા ધોરણમાં અભ્યાસ કરતી માસૂમ વિદ્યાર્થીના રૂ મોતને લઇ સ્થાનિક ગ્રામજનોએ વિરોધમાં બંધ પાળ્યો હતો અને શિક્ષિકા વિરૂધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી. તો, રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી કરવાની હૈેયાધારણ આપી હતી.

            બનાસકાંઠાના રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા  શાળાના કમ્પાઉન્ડમાં કાર શીખી રહી હતી ત્યારે આજે રૂ અકસ્માત સર્જાયો હતો. શાળાનાં કમ્પાઉન્ડમાં કાર ચલાવી રહેલી શિક્ષિકાએ ગંભીર દેરકારી દાખવતાં શાળામાં ધોરણ-૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેની નીચે કચડાઇ ગઇ હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે રૂ મોત નીપજયુ હતું. ઘટના બાદ આદિવાસી સમાજનાં લોકોમાં રોષે ભરાયા હતા અને સ્થાનિક પોલીસને અંગે ફરિયાદ કરવામાં આવતાં સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે. તો, અકસ્માતના વિરોધમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોપી શિક્ષિકા વિરૂધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી દેખાવો કરતાં મામલો ગરમાયો હતો ઘટનાનાં રોષનાં પગલે શાળા આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. શિક્ષણપ્રધાન ચુડાસમાએ પણ પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતર આપી હતી.

(8:32 pm IST)