Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

પ્રિ પેકેઝ્ડ મીઠાઇ ઉપર ઉત્પાદન તારીખ જરૂરી

દૂધ મીઠાઈની ગુણવત્તા અંગે ખાતરી

અમદાવાદ,તા.૨૮ : નાગરિકોનું આરોગ્ય જોખમાય નહીં તથા નાગરિકો શુદ્ધ તથા સાત્વિક મીઠાઈઓ આરોગી શકે તે માટે મીઠાઈ ઉત્પાદકોએ પ્રિ-પેકેઝ્ડ મીઠાઈ ઉપર ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત છાપવાની રહેશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના  કમિશનર એચજી કોશિયા દ્વારા જણાવાયું છે. કોશિયાએ ઉમેર્યું કે, નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી મીઠાઈની ગુણવત્તા જોખમાય નહીં તે હેતુથી પરંપરાગત રીતે બનાવાતી દૂધની મીઠાઈઓનું વેચાણ કરતી વખતે પેકેટ ઉપર તથા જે મીઠાઈના વેપારીઓ લુઝ અથવા પેકિંગ કર્યાં વિના મીઠાઈનું વેચાણ કરતાં હોય તેમણે મીઠાઈની ટ્રે ઉપર ઉત્પાદન તારીખ અને બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત જણાવવાની રહેશે. તેમણે ઉમેર્યું કે, ઉત્પાદનની બેસ્ટ બીફોર તારીખ જે તે વિસ્તાર, જે તે સમયનું તાપમાન તથા ઉત્પાદનના પ્રકારને ધ્યાને રાખી નક્કી કરવાની રહેશે. ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ જણાવ્યા વગર મીઠાઈનું વેચાણ કરનાર વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે.

(8:27 pm IST)