Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ઉમિયા મંદિરનો શિલાન્યાસ સમારોહ: 11 હજાર મહિલાઓ દ્વારા જ્વારા યાત્રા: વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

વિશ્વભરમાં ભ્રમણ કરી આવનાર ભગીરથી મા ગંગાના ૧૦૮ કળશની યાત્રા પણ નિકળી હતી.

 

અમદાવાદ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ બે દિવસ માટે શરૂ થયો છે. આજે સવારથી અયુત આહુતિ યજ્ઞની શરૂઆત થઈ છે.

 સમારોહમાં અભિવૃદ્ધિ વધારતાં પ્રથમ દિવસે જ એક વિશ્વ વિક્રમ (વર્લ્ડ રેકોર્ડ) સર્જાયો છે. આજે શુક્રવારના રોજ બપોરે જગત જનની મા ઉમિયાની આરાધના કરતી 11,111 બહેનોની જ્વારા યાત્રા નીકળી હતી. આ જ્વારા યાત્રામાં સમગ્ર અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી આવેલી 20 હજારથી વધુ બહેનોએ ભાગ લીધો હતો. જગત જનની મા ઉમિયાની પ્રસાદી સ્વરૂપની ગુલાબી રંગની સાડી સાથે માથા પર જ્વારા લઈ વિશ્વ ઉમિયાધામ ખાતે 11,111 બહેનોએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

જવારા યાત્રામાં પધારવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ૧૩૧ AMTS બસ દ્વારા બહેનો વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે પહોંચી હતી. જગત જનની મા ઉમિયાની ઉપાસના ભાગ રુપે જવારા યાત્રા કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. આ જવારા યાત્રા સાથે જ વિશ્વભરમાં ભ્રમણ કરી આવનાર ભગીરથી મા ગંગાના ૧૦૮ કળશની યાત્રા પણ નિકળી હતી.

(12:16 am IST)