Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવનો પ્રારંભ

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સહિત કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર,માલદીવના પીપલ્સ મજલીસના સ્પીકર મોહંમદ નાશીદ સહિતના મહા નુભાવોની ઉપસ્થિતિમાં કોન્કલેવનું ઉદધાટન: સર્વાનંદ સોનોવાલ અને ૧૫ મા નાણાંપંચના અધ્યક્ષક સિંઘનું ઇન્ડીયા ફાઉન્ડેશન સ્વરાજ એવોર્ડ એનાયત કરી બહુમાન

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર, રાજ્યસભાના સભ્ય અને ઇન્ડીયા ફાઉન્ડેશનના સ્થાપક સભ્ય સુરેશ પ્રભ .માલદીવના પીપલ્સ મજલીસના સ્પીકર મોહમદ નાશીદ, ઇન્ડીયા ફાઉન્ડેશના કારોબારી સભ્ય શોર્ય ડોવાલ સહિત દેશ વિદેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇન્ડીયા ફાઉન્ડેશ દ્વારા કેવડીયામાં સ્ટેમ્પ્સ ઓફ યુનિટીના આંગણે ટેન્ટસીટી નં.૨ ખાતે "Turning to Roots-Rising to height" થીમ પર આજથી યોજાયેલા ત્રિ-દિવસીય ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ -૨૦૨૦ ને ખુલ્લી મુકાઇ હતી.
  રાજ્ય સભાના સભ્ય અને ઇન્ડીયા ફાઉન્ડેશનના સ્થાપક સભ્ય સુરેશ પ્રભુએ પ્રારંભમાં તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ફાઉન્ડેશનની કામગીરી સાથે ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ -૨૦૨૦ ની રૂપરેખા આપી હતી.
  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ કોન્કલેવને દ્રષ્ય- શ્રાવ્ય માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવાયો હતો, જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ' પટેલ સાહેબની ગુજરાતની આ ભૂમિ ઉપર સૌને આવકારી કોન્કલેવની સફળતાની શુભ કામના પાઠવી હતી. તેમણે આ કોન્કલેવ માટે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્ય ઓફ યુનિટીની ધરતી ના સ્થળ પસંદગી બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
  આ પ્રસેગે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય વિદેશ મંત્રી ડો.એસજયશેક માલદિવના પીપલ્સ મજલીમના સ્પીકર મોહંમદ નાશીદ વગેરે એ તેમના પ્રસંગોચિત વક્તવ્ય આપ્યો હતાં.
  આ પ્રસંગે કેન્દ્રીય વિદેશ મંત્રી ડો એસ.જયશંકર અને માલદીવની પીપલ્સ મજલીસના સ્પીકર મોહમંદ નાશીદ ના હસ્તે ઇન્ડીયા ફાઉન્ડેશન સ્વરાજય એવોર્ડ અંતર્ગત દેશના ૧૫મા નાણાં પંચના અધ્યક્ષ એન કે સિંધને ડી.બી. આર.શિનોય એવોર્ડ, આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલને ડૉ.એસ.પી.મુખર્જી એવોર્ડ એનાયત કરી બહુમાન કરાયું હતું.ઉપરાંત રામજન્મભૂમિતિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ કે. પરાશરનને નારાયણ ગુરૂ એવોર્ડ તેમજ ફિલ્મ નિર્દેશ ભરત બાલાને ઉસ્તાદ બિસમીલ્લાહમાન એવોર્ડ ઘોષિત કરાયા હતા.એવોર્ડથી સન્માનિત ઉપસ્થિત એવોર્ડ વિજેતાઓએ સન્માનના પ્રત્યુતરમાં તેમના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
  આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેકટર ડૉ.રાજીવ ગુપ્તાએ પ્રેઝન્ટેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેકટ રજુ કરીને કોન્કલેવમાં ભાગ લઇ રહેલા પ્રતિનિધિઓને જરૂરી જાણકારી પુરી પાડી હતી.
 અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી પ્રારંભાયેલા અને તા. ૧ લી માર્ચ,૨૦૨૦ સુધી ચાલનારા ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવના ૬ ઠ્ઠા વાર્ષિક ત્રિદિવસીય બૌધ્ધિક સમેલનમાં ભારતીય જીવન દ્રષ્ટ્રિ અને વિચાર અને તેના વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પર વિભિન્ન વિષયોના નિષ્ણાંત ધ્વારા વાર્તાલાપ યોજાશે.આ સંમેલનમાં દેશ-વિદેશથી બુધ્ધિજીવી પ્રતિષ્ઠિત નાગરીકો અને વિષય નિષ્ણાંતો ડેલીગેટ તરીકે ભાગ લઇ રહયાં છે.
  આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલએ ઉકત ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવના કાર્યક્રમ અગાઉ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારત ના શિલ્પિ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમાના ચરણમાં ભાવવંદના કરી ધન્યતા અનુભવી હતી.

(10:12 pm IST)