Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

જુનિયર કલાર્કની પરીક્ષા 20 દિવસમાં ફરી યોજો : abvp -nsui ની માંગ

ભાજપ-કોંગ્રેસની વિધાર્થી પાંખો ABVP અને NSUIએ કર્યો જોરદાર વિરોધ, સરકાર સમક્ષ કરી આ અગત્યની માંગ

ગાંધીનગર: જુનિયર ક્લાર્કની પરીક્ષાના પપેરલીક મામલે ભાજપ-કોંગ્રેસની વિદ્યાર્થી પાંખો abvp -nsui દ્વારા વિરોધ પ્રદર્શન કરી 20 દિવસમાં ફરી પરીક્ષા લેવા માંગ કરી છે

 

એબીવીપી દ્વારા ગાંધીનગર ખાતે પંચાયત સેવા પસંદગી મંડળની કચેરી બહાર જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા દેખાવ કર્યો હતો.

ત્યારે કાર્યકરો દ્વારા કર્મયોગી ભવન બહાર સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. પંચાયત સેવા પસંદગી મંડળના અધિકારીઓએ બહાર આવીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું. ત્યારે એબીવીપી દ્વારા સાત માંગણીઓ કરવામાં આવી હતી.

  • વિદ્યાર્થી પાંખ દ્વારા માંગ કરાઈ છે કે સરકાર દ્વારા 100 દિવસની અંદર જે પરીક્ષા લેવાનું કહ્યું છે તેની જગ્યાએ તુરંત પરીક્ષા લેવી.
  • આગામી સમયમાં જો પરીક્ષા લેવામાં આવે તો તેમને આવવા જવાનો ખર્ચ, રહેવા અને જમવાનો ખર્ચની જવાબદારી સરકારની
  • આરોપીઓ સામે રાજદ્રોહનો ગુનો લાગે તેમજ કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરાય
  • તેમજ પંચાયત સેવા પસંદગી મંડળમાં જે જગ્યાઓ ખાલી છે તેને તાત્કાલીક ભરવામાં આવે


વલસાડમાં પણ જુનિયર ક્લાર્કની પરીક્ષાનાં પેપર લિંક મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રોષે ભરાયું હતું. કાર્યકર્તાઓએ વલસાડના ધરમપુર ચોકડી પર ચક્કાજામ કર્યું હતું. ત્યારે વારંવાર પેપર ફૂટવાની ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો. પોલીસે આવી કાર્યકર્તાઓની અટકાયત કરી ડીટેઈન કર્યા હતા.


રાજકોટમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લા પંચાયતના જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીંક મામલે કિસાનપરામાં એબીવીપીનાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી 100 દિવસમાં નહી 20 દિવસમાં પરીક્ષા લેવાની માંગ કરી હતી.

રાજકોટમાં પરિક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓ અટવાયા
રાજકોટમાં પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા સરકારનો વિરોધ કરાયો હતો. બસ પોર્ટ પર વિદ્યાર્થીઓના સમર્થનમાં વિદ્યાર્થી સંગઠનના નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો. આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


જુનિયર ક્લાર્ક પેપર લીંક મામલે રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેપર લીંક મુદ્દે એનએસયુઆઈ દ્વારા એસટી ડેપો ખાતે વિરોધ કરાવ્યો હતો. વિરોધ કરી રહેલ એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે અટકાયત કરી કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

(9:39 pm IST)