Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સાબરકાંઠાના હાજીપુરા હાઈવે પર ચક્કા જામ કરાયો વરસો જૂની માગ નહીં સંતોષાતા ગ્રામજનો અકળાયા

હાઈવે પર સ્પીડ બ્રેકર મુકવાની માગ : આજે એક વાહને ગામના નાગરિકને ટક્કર મારતા ગ્રામજનોએ ચક્કાજામ કર્યો

સાબરકાંઠામાં વરસો જૂની માગણીઓ ના  સંતોષાતા ગ્રામજનો અકળાયા હતા. આ અકળામણ ઉગ્ર આક્રોશ બનીને ફાટી નીકળી હતી. હાજીપુરા પાસે એક સ્પીડ બ્રેકર જેવી સામાન્ય માગણી અત્યાર સુધી સંતોષી નથી. એક વાહને ગામના નાગરિકને ટક્કર મારતા લોકોએ આ ચક્કાજામ કર્યો હતો.  

સાબરકાંઠાના હાજીપુરા હાઈવે પર ગ્રામલોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હાઈવે પર સ્પીડ બ્રેકર મુકવાની માગ નહીં સંતોષાતા લોકોએ આ ચક્કાજામ કર્યો છે. આજે એક વાહને ગામના નાગરિકને ટક્કર મારતા લોકોએ આ ચક્કાજામ કર્યો હતો. જેના કારણે હાઈવે પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે, 6 મહિનાથી અહીં સ્પીડ બ્રેકર મુકવાની માગ કરવામાં આવી રહી છે. આમ છતાં માગ સંતોષાતી નથી. જેને કારણે અહીં છાસવારે અકસ્માતની ઘટના બને છે.

(1:02 am IST)