Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં એક આરોપી મોરબીથી ઝડપાયો: ક્રાઈમ બ્રાંચ ટીમ આરોપીને લઈને અમદાવાદ જવા રવાના

આરોપી અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત : હથિયાર આપનાર આરોપીના ભાઈને મોરબીથી ઝડપી લેવાયો

ધંધુકા ગામમાં થયેલા ચકચારી હત્યા પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને હત્યા પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા કવાયત ચાલી રહી છે જેમાં રાજકોટના હથિયાર સપ્લાય કરનાર આરોપીના ભાઈને પોલીસે ઝડપી લીધો હતો અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવતા આરોપીને લઈને ટીમ અમદાવાદ જવા રવાના થઇ હતી

ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરવામાં આવી હોય જેમાં અગાઉ પોલીસે આરોપીઓ અને મૌલવી સહિતનાની ધરપકડ કરી હતી તો હત્યા પ્રકરણમાં રાજકોટના અજીમ બચાનું નામ ખુલ્યું હતું રાજકોટના આરોપી અજીમ બચાએ હથિયાર આપ્યું હોવાનું ખુલ્યું હતું જેનો ભાઈ વસીમ ઉર્ફે બચા સમા મોરબી આવ્યો હોવાની બાતમીને પગલે મોરબી બી ડીવીઝન પોલીસ ટીમે આરોપી અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરવામાં આવી છે અને આરોપીને ઝડપી લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટીમ આરોપીને લઈને અમદાવાદ જવા રવાના થઇ હતી
હત્યા કેસનું પગેરું રાજકોટ અને મોરબી જીલ્લામાં હોવાનું ખુલતા આજે સવારથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટીમ રાજકોટ, વાંકાનેર અને મોરબી જીલ્લામાં તપાસ ચલાવતી હતી જોકે અજીમ સમા હાથ લાગ્યો ના હતો અને તેનો ભાઈ વસીમ ઉર્ફે બચા સમા પોલીસને હાથ લાગતા આરોપીની અટકયા કરી છે અને આરોપી અજીમ સમાને દબોચી લેવા વધુ તપાસ હાથ ધરી છે ચકચારી હત્યા પ્રકરણમાં આરોપીની મોરબીથી અટકાયત કરાતા મોરબીમાં પણ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.

(12:40 am IST)