Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

વિશ્વના સૌથી ઊંચું ઉમિયા મંદિર બનાવવા કરોડોની જમીન આપનાર બાબુભાઈ પટેલનું નીતિનભાઈ પટેલ હસ્તે સન્માન

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વ સૌથી ઉંચા 504 ફૂટ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં શરૂ

અમદાવાદ :પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલે કહ્યું “પાટીદારો એક હતા એક છે અને એક રહેશે”, વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે સન્માન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો

જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વ સૌથી ઉંચા 504 ફૂટ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં શરૂ થયું છે.

ત્યારે વિશ્વ ઉમિયાધામ પરિસર જે જમીન પર નિર્માણ પામી રહ્યું છે તેના પૂર્વ માલિક બાબુભાઈ પટેલનો સંસ્થા ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. તા. 28 જાન્યુઆરી 2022ને શુક્રવારે સાંજે 4 કલાકે વિશ્વ ઉમિયાધામ સ્મૃતિમંદિર ખાતે આ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. બાબુભાઈ પટેલ વિશ્વ ઉમિયાધામને જમીન વેચાણે આપી ખુદ જ સદભાગ્યપૂર્ણ કામ કર્યું છે.

આ સમારોહમાં સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલ , સંસ્થાના માર્ગદર્શક અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહમાં વિશેષ રીતે મહેસાણાના સંસાદ શારદાબેન પટેલ, અમદાવાદ પૂર્વના સાંસદ એચ.એસ.પટેલ એવમ્ વિશ્વઉમિયાધામને જમીન વેચાણે આપનાર બાબુભાઈ પટેલના પરિવારના સભ્યો ગોપાળ કાકા,ડૉ. ચિતરંજનભાઈ તથા દિલિપભાઈ પટેલ(રાજા ઈન્ડસ્ટ્રીઝ) ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયે સૌ મહેમાનોએ મા ઉમિયાની મહાઆરતીનો લાભ લીધો હતો અને ઉમા પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ધામખાતે વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે. વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

જાસપુરમાં 100 વીઘા જમીનમાં બનવા જઈ રહેલા 504 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી 10 ફૂટ નીચે સોનું, ચાંદી, તાંબુ, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું 14 કિલોનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નાખવામાં આવ્યું હતું. મંદિરમાં જમીનથી 52 ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. જ્યારે 270 ફૂટ ઊંચાઈએ વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે.

29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનાનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસના બીજા દિવસે જર્મન આર્કિટેક્ટ પણ જાસપુર આવ્યા હતા. તેમણે ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મા ઉમિયા મંદિરના નિર્માણમાં પાંચ વર્ષનો સમય લાગી શકે છે. આ મંદિરની ડિઝાઇન પારંપરિક મંદિરો કરતાં જુદી છે.

(11:40 pm IST)