Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

નર્મદા જિલ્લામાં પંચાયતન હસ્તક આવતા કામોમાં ટેન્ડર પ્રક્રિયા કરવાના વિરોધમાં સરપંચોએ DDO ને આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જિલ્લા તાલુકા પંચાયતો દ્વારા ગ્રામ પંચાયતને લગતાં પાંચ લાખ રૂપિયાથી નીચેના કામો પંચાયત હસ્તક થવા જોઈએ તેવો સરકારનો પરિપત્ર હોવા છતાં હાલમાં પંચાયત હસ્તકના કામોમાં પાણીને લગતા વિકાસના કામો નિયમ મુજબ જેતે પંચાયત હસ્તક કરવાના હોવા છતા ગઈકાલે ટાઉનહોલ માં વર્ક ઓર્ડરો આપવમાં આવ્યા છે જેમાં ફક્ત પાકા કામના ઓર્ડર અપાયા છે પાણીના કામોના ઓર્ડર ન આપી પંચાયત હસ્તક આવતા પાણીના કામો ઇ ટેન્ડરિંગ પ્રક્રિયા થી કરવા જણાવાયું હતું જે પંચાયત પર તરાફ મારવા જેવી વાત હોવાનું સરપંચો એ આજે ડીડીઓને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું.

સરપંચ પરિષદના પ્રમુખ નિરંજનભાઈ વસાવા અને આવેદનપત્ર આપવા આવેલા અન્ય સરપંચોના જણાવ્યા મુજબ અગાઉ આ મુદ્દે 2020માં પણ રજુઆત કરવામાં આવી હતી છતાં આજે પણ આ બાબતે નિયમમોનું પાલન ન થતા અમે ડીડીઓને રજુઆત કરી છે, જો આ બાબતે ધ્યાન નહિ અપાઈ તો તમામ સરપંચો આવનારા દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ અપાઈ છે.

(11:32 pm IST)