Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ભરૂચ પાલિકાનો 10 મહિના વીતી જવા છતાં 43 ટકા મિલ્કતોના વેરા હજુ બાકી

10 મહિનામાં રૂપિયા 21 કરોડના ટાર્ગેટ સામે માત્ર 12 કરોડની વસુલાત થઈ

ભરૂચ નગરપાલિકા હલન્સ મ્યમાં એક વિકટ સમસ્યાનો સામનો કરી રહી છે. પાલિકાને તેના 43 ટકાથી વધુ મિલ્કત ધારકો તેમનો વેરો ભરવા તૈયાર નથી. વિકાસકાર્યો માટે અંદાજિત રકમ સામે કરોડો રૂપિયાની ઓછી આવકના કારણે ચિંતા જન્મી છે. આખરે પાલિકાએ વેરો નહિ ભરનારા લોકોને જપ્તીની ચીમકી આપી છે.

ભરૂચ નગર પાલિકા દ્વારા 67 હજાર રહેણાંક અને વાણીજીયક મિલકતધારકો પાસેથી 10 મહિનામાં રૂપિયા 21 કરોડના ટાર્ગેટ સામે માત્ર 12 કરોડની વસુલાત થઈ છે.

બે મહિનામાં બાકી ઉઘરાણી માટે પાલિકાએ સિલિંગની કાર્યવાહી માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં 53 હજાર રહેણાંક અને 14 હજાર કોમર્શિયલ મિલકત ધારકો છે જેઓ પાસેથી મિલકત વેરા રૂપે ચાલુ વર્ષે 21 કરોડનો લક્ષ્‍યાંક રખાયો હતો. કોરોના સતત બીજા વર્ષમાં પાલિકાને વેરાની અત્યાર સુધી માત્ર 12 કરોડની આવક થઈ છે. વર્ષ પૂરું થવામાં માત્ર બે થી ત્રણ મહિનાનો સમય બાકી છે અને 50 ટકાથી વધુ રકમની વસુલાત બાકી છે.

ભરૂચ નગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશ સુથારવાલાએ જણાવ્યું છે કે બાકીદારોને 10 દિવસમાં મિલ્કતવેરો ભરી દેવા સમું અપાયો છે. જે બાદ સિલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ બાકીદારો સામે પાલિકાની ટીમ દ્વારા કડક ઉઘરાણી શરૂ કરી દેવાઈ છે. શહેરમાં 200 મિલકત ધારકો એવા છે જેમણે છેલ્લા 2 થી 5 વર્ષથી વેરો ભરપાઈ કર્યો નથી.એક વિશેષ ટીમની રચના કરી પાલિકા પ્રમુખ ,મુખ્ય અધિકારી સહિત કારોબારી સમિતિના ચેરમને મિલ્કતધારોકોને તેમનો બાકી વેરો ભરી દેવા સૂચન કરાયું છે.

પ્રવર્તમાન નાણાકીય વર્ષના 10 મહિનામાં ભરૂચ પાલિકા દ્વારા 57 % વેરાની વસુલાત થઈ છે. જ્યારે હવે 2 મહિનામાં 43 % એટલે કે ₹9 કરોડના વેરાની વસુલાત બાકી છે. જેમાં છેલ્લા 5 વર્ષથી બાકીદારો પાસેથી વસુલાતની મોટી સમસ્યા રહેલી છે. જેઓ પાસેથી વેરાની વસુલાત નહિ આવે તો તેમની અને અન્ય વેરો નહિ ભરનાર બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવશે.

(10:47 pm IST)