Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

નર્મદા પોલીસે ફેક ડિગ્રી કૌભાંડમાં વધુ 2 આરોપીને ઝડપી લીધા

નર્મદા પોલીસે દિલ્હીથી વરુણ શાહ અને અમદાવાદથી પ્રણય જાનીની ધરપકડ કરી

રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત 10/12/2021 ના રોજ બનાવટી ડીગ્રી સર્ટીફિકેટ વેરિફિકેશન માટે આવ્યા હતા.ડિગ્રી સર્ટિફિકેટ વેબ સાઇટ ફેક બનાવેલી હોવાનુ બહાર આવતા રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.નર્મદા એલ.સી.બી ને એ કેસની તપાસ સોંપાઈ હતી.તપાસ દરમીયાન એલ.સી.બી એ આંતરરાજ્ય ફેક ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

નર્મદા એલ.સી.બી દિલ્હીથી આ કૌભાંડની મુખ્ય મહિલા આરોપી બેઉલા નંદ રેવ બીસી નંદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.નર્મદા ડીએસપી ડો.હિમકરસિંહે આ કેસની તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરી હતી.આ ફેક ડિગ્રી કૌભાંડમાં નર્મદા પોલીસને સફળતા મળી છે, અમદાવાદ અને દિલ્હીથી વધુ 2 આરોપીઓની ધરપકડ થઈ છે.એસ.આઈ.ટી ના અધ્યક્ષ ડી.વાય.એસ.પી વાણી દુધાતે જણાવ્યું હતું કે પોલીસે દિલ્હીથી વરુણ શાહ અને અમદાવાદથી પ્રણય જાનીની ધરપકડ કરી એમને 27 તારીખે કોર્ટમાં રજૂ કરાશે.આગામી સમયમાં વધુ 7 થી 8 આરોપીઓ પકડાવવાની શક્યતાઓ છે

(9:30 pm IST)