Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

વડોદરા:સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરનાર નરાધમ પરણિતને પોલીસે ઝડપી પાડયો

વડોદરાઃ સગીર કન્યાને ફસાવીને બળાત્કાર ગુજારવાની ફરિયાદમાં જવાહરનગર પોલીસે પરિણીત યુવકની અટકાયત કરી કોવિડ ટેસ્ટની તજવીજ કરી છે. સગીરાને ફોસલાવનાર યુવકે નવેમ્બર મહિનામાં તેની સાથે સબંધ વધાર્યા હતા.એક વાર તે કન્યાને આણંદ લઇ ગયો હતો અને ત્યાં કેફી પીણું પીવડાવી તેની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે,યુવકે ફોટા પાડી લીધા હતા અને આ ફોટા સોશ્યલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વાયરલ કર્યા હતા. આ બનાવની જાણ થતાં જવાહરનગર પોલીસે બળાત્કારનો ગુનો નોંધી મિતેષસિંહ નટવરસિંહ ગોહિલ(રહે.કોયલી ગામ, તા. વડોદરા)ને ઝડપી પાડી બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

 

(7:59 pm IST)