Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

વડોદરામાં ભાડાના મકાનમાં રહેતી યુવતીઓની છેડતી કરનાર નરાધમને પોલીસ હવાલે કરવામાં આવ્યો

વડોદરા: શહેરમાં બહારગામથી આવેલી અને અહીં ભાડાના મકાનમાં રહીને અથવા પેઇંગ ગેસ્ટ(પી.જી.) તરીકે રહીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ શિક્ષણ મેળવી રહી છે. ઘણીવાર આસપાસના યુવકો આ વિદ્યાર્થીનીઓની છેડતી કરતાં હોય છે પરંતુ આ દીકરીઓ આવો ત્રાસ મૂંગા મોઢે વેઠી લે છે. તેવા સમયે ઉમા ચાર રસ્તા પાસે પી.જી.માં રહીને ભણતી છોકરીઓ એ 181 અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇનની રેસ્ક્યુ ટીમની મદદ લઈને આવા તત્વોને પાઠ ભણાવ્યો છે. આ દીકરીઓની કેટલાક યુવકો અવાર નવાર શાબ્દિક છેડતી કરતા અને રસ્તો રોકવાનો પ્રયત્ન કરતા. દિવસે દિવસે એમની હિંમત ખુલતી ગઈ અને છોકરીઓ માટે ચાની લારી પર ચા પીવાનું પણ અઘરું બની ગયું. આખરે અંતિમ ઉપાય તરીકે આ છોકરીઓએ 181 પર અભયમનો સંપર્ક કર્યો. આ યુવકોને ટીમ દ્વારા આ કૃત્ય ગુનાહિત હોવાની સમજ આપવામાં આવતા તેમણે માફી માંગીને હવે પછી આવું કામ ન કરવાની ખાત્રી આપી.પોલીસ કાર્યવાહી ની યુવતીઓ એ અનિચ્છા વ્યક્ત કરી. સજા રૂપે આ યુવતીઓ એ પ્રત્યેક યુવકને એક એક લાફો માર્યો.લેખિત માફીનામુ લઈને આ યુવકોનું ભાવિ ન બગડે તેવી ઉદારતા આ યુવતીઓએ દાખવી અને પોલીસ કાર્યવાહી ટાળી.

 

(7:56 pm IST)