Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાત્રીના સુમારે ઊંઝા-પાટણ હાઇવે નજીકથી ટેન્કરમાંથી એરંડાના તેલની ચોરી કરનાર કૌભાંડનો પર્દાફાશ કર્યો

મહેસાણા: મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાત્રીના સુમારે ઊંઝાથી પાટણ જતા રોડ પર પડેલી એક ટેન્કરમાંથી સીફતપૂર્વક દિવેલા (એરંડા)નું કાચુ તેલ કાઢવાના કૌંભાંડનો પર્દાફાશ કર્યો હતો.પોલીસે રૃ.૪૧.૧૭ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.જયારે ટેન્કરના વોન્ટેડ ડ્રાયવર સહિત ત્રણ શખસો સામે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો.

મહેસાણા એલસીબીના પીએસઆઈ એ.કે.વાઘેલા સહિતનો પોલીસ સ્ટાફ ઉનાવા વિસ્તારમાં રાત્રીના સુમારે પેટ્રોલીંગની કામગીરીમાં હતા.તે વખતે પોલીસ કર્મચારી રશમેન્દ્રસિંહ અને રાજેન્દ્રસિંહને બાતમી મળેલ કે,ઊંઝાથી પાટણ જતા  રોડ પર આવેલ સમરીકા વે બ્રીજ કાંટાની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પડેલ ટેન્કમાંથી તેના માલિકની જાણ બહાર દિવેલાનું કાચુ તેલ કાઢવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે આ સ્થળે  રેડ પાડતા અંધારામાં પડેલા ટેન્કરમાંથી વાલની નીચે મુકવામાં આવેલી ડોલમાં કાચુ તેલ કાઢવામાં આવી  રહ્યું હતું.અહીં આ પ્રવૃતી આચરી રહેલા બે શખસોની પુછપરછ કરતાં એક શખસે પોતાનું નામ શૈલેષ અમૃતલાલ પટેલ અને બીજાએ વિષ્ણુ અરજણજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું.જયારે ટેન્કરનો ચાલક હાજર ના હોવાનું કહ્યું હતું.પોલીસે ટેન્કર તેમજ તેલ ચોરી કરવાની સામાગ્રી સહિત કુલ રૃ,૪૧૧૭૭૨૭નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા બે સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(7:53 pm IST)