Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

પહેલી ફેબ્રુઆરીથી શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલશે

દર્શન માટે કરાવવું પડશે ઓન લાઈન રજીસ્ટ્રેશન: સવારે 7.30થી 11.30 અને બપોરે 12.30થી 4.15 સુધી અને સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન દર્શન કરી શકાશે

શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે બે -ત્રણ સપ્તાહ માટે ભાવિકોને પ્રવેશ બંધી ફરમાવી હતી. જે મુદ્દત પૂર્ણ થતા હવે  1 ફેબ્રુઆરીથી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલશે. તો એ જ રીતે  ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ દર્શન  કરી શકશે.1 ફેબ્રુઆરીથી સવારે 7.30થી 11.30 દરમિયાન રાબેતા મુજબ દર્શન થઇ શકશે. તો બપોરે 12.30થી 4.15 સુધી અને સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન પણ  દર્શન કરી શકાશે. 

અંબાજીમાં દર્શન માટે આવતા ભાવિકોએ કોરોના ગાઈડલાઈન મુજબ  દર્શન કરવા પડશે. દર્શન કરવા માટે મંદિરની વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. અને વેક્સિન સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. 65 વર્ષથી વધુ વયના શ્રદ્ધાળુઓને ઓનલાઇન દર્શનની અપીલ પણ કરવામાં આવી છે. 

(7:47 pm IST)