Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સુરતમાં નવી પહેલ : "વન ટિકિટ વન જર્ની કોન્સેપ્ટ': હવેથી એક જ ટિકિટમાં સીટી બસ, BRTS.પિન્ક ઓટોમાં કરો મુસાફરી

શહેરમાં 800 જેટલી બીઆરટીએસ અને સીટી બસ દોડી રહી છે તેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે

સુરત શહેરમાં લોકો અને તંત્ર ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ અને અમલ કરવાની દિશામાં પણ અગ્રેસર બની રહ્યા છે આ વર્ષે બજેટમાં સુરત મહાનગરપાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો હશે જેમાં જાહેર પરિવહન એટલે કે ડીઆરડીએ, સીટી બસ, મેટ્રો,  pink ઓટોનો ઉપયોગ એક જ ટિકિટ માંથી થાય તેવી ટેક્નોલોજીનો વિકાસ કરવામાં આવ્યો છે.  અલબત્ત હાલ સુરત શહેરમાં મેટ્રો રેલ શરૂ થઈ નથી તેનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે પરંતુ બીઆરટીએસ અને સીટી બસ ચાલી રહી છે.

સુરત શહેરમાં 800 જેટલી બીઆરટીએસ અને સીટી બસ હાલ દોડી રહી છે તેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે આ તમામ મુસાફરોને બીઆરટીએસમાંથી સીટી બસમાં મુસાફરી કરવી હોય તો અલગ ટિકિટ લેવી પડે છે સાથે સાથે ટિકિટ ખરીદવા માં પણ ખૂબ સમયનો વેડફાટ થાય છે આવા તબક્કે   સુરત મહાનગરપાલિકાએ એક નવતર અભિગમ અપનાવ્યો છે જેમાં વન ટિકિટ વન જર્ની કોન્સેપ્ટને અમલમાં મુકવામાં આવશે

(7:45 pm IST)