Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

અમદાવાદમાં પત્‍ની સાથે ઝઘડો થતા બદલો લેવા માટે પતિએ પત્‍નીના દત્તક લીધેલા 7 વર્ષના સાળાની હત્‍યા કરતા ખળભળાટ

અપહરણ કરીને મૃતદેહ સાણંદ પાસે કેનાલમાં ફેંકી દીધો

અમદાવાદ: અમદાવાદમા બનેવીએ પોતાના સાળાની નિર્દયી રીતે હત્યા કરી છે. પત્ની સાથેનો ઝઘડાની અદાવત રાખીને બનેલીએ 7 વર્ષના માસુમ સાળાની હત્યા કરી છે. મૃતક સાથે ચાર બહેનો વચ્ચેનો એક માત્ર ભાઈ હતો.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના દાણીલીમડામાં 7 વર્ષીય બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે. સગા બનેવીએ જ નાનકડા સાળાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પત્ની સાથે ઝઘડો થતા બદલો લેવા પતિએ પત્નીના દત્તક લીધેલા નાનાભાઈની હત્યા કરી છે. ચાર બહેનો વચ્ચે દત્તક લીધેલા એકના એક ભાઈની હત્યા કરાઈ છે. પહેલા બનેલી બાળકનું અપહરણ કર્યુ હતુ, અે બાદમાં તેના મૃતદેહને સાણંદ નજીક કેનાલમાં ફેકી દીધો હતો. દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આર્મી સિપાહીએ કપાળ વચ્ચે ગોળી મારીને આત્મહત્યા કરી

શાહીબાગના કેન્ટોનમેન્ટમાં આર્મી સિપાહીએ ડ્યુટીથી આવી કપાળ વચ્ચે ગોળી મારી આપઘાત કર્યો છે. પંજાબના 27 વર્ષીય ગૂરજઇપાલસિંધ શીખ કેન્ટોનમેન્ટમાં નાયક આર્મી સિપાહી તરીકે ફરજ બજાવતા હતા. શુક્રવારની વહેલી સવાર 3.45 એન્જિનિયર ક્વાટ્સ બાથરૂમમાં જઈ સિપાહીએ ઈન્સાસ રાઇફલથી ગોળી મારી આપઘાત કર્યો હતો. જોકે, આપઘાત પાછળ કારણ હજી જાણી શકાયુ નથી. શાહીબાગ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી.

(4:57 pm IST)