Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

વેદાંત ફેશન્‍સ લિમિટેડનો આઈપીઓ ૪ ફેબ્રુઆરીએ શુક્રવારે ખુલશે

(કેતન ખત્રી) અમદાવાદઃ વેદાંત ફેશન્‍સ લિમિટેડ ૦૪ ફેબ્રુઆરીના રોજ ે આઇપીઓ ખુલશે.એન્‍કર રોકાણકારના બિડિંગની તા.૩ ફેબ્રુઆરી, ૨૦૨૨ને ગુરૂવાર હશે.ઓફરની પ્રાઇસ બેન્‍ડ ૧ની ફેસ વેલ્‍યુ ધરાવતા દરેક ઇક્‍વિટી શેરદીઠ ૮૨૪ થી ૮૬૬ નકકી થઈ છે. બિડ લઘુતમ ૧૭ ઇક્‍વિટી શેર અને પછી ૧૭ ઇકિવટી શેરના ગુણાંકમાં થઈ શકશે.૮ ફેબ્રુઆરીને શુક્રવારે આઈપીઓ બંધ થશે.
ઓફરમાં કંપનીના ૧ની ફેસ વેલ્‍યુ ધરાવતા ૩૬,૩૬૪,૮૩૮ ઇક્‍વિટી શેર સામેલ છે, જેમાં ૩૬,૩૬૪,૮૩૮ ઇક્‍વિટી શેરના વેચાણ માટેની ઓફર, રહાઇન હોલ્‍ડિંગ્‍સ લિમિટેડ દ્વારા ૧૭,૪૫૯,૩૯૨ ઇક્‍વિટી શેર, કેદારા કેપિટલ અલ્‍ટરનેટિવ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ફંડ -કેદારા કેપિટલ એઆઇએફ ૧ દ્વારા ૭૨૩,૦૧૪ ઇક્‍વિટી શેર અને રવિ મોદી ફેમિલી ટ્રસ્‍ટ દ્વારા ૧૮,૧૮૨,૪૩૨ ઇકિવટી શેર સામેલ છે.આ ઓફરમાં ઓફર થયેલા ઇક્‍વિટી શેર બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ ઓફ ઇન્‍ડિયા લિમિટેડ પર લિસ્‍ટ થશે.

 

(2:33 pm IST)