Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

પ્રથમથી અપાયેલ સીમ કાર્ડ, કોઈ જાતના આધાર પુરાવા વગર બીજાને આપી દેવાના ફ્રોડ ઉપરથી પડદો ઊંચકાયો

ખુદ મોબાઈલ કંપની સાથે સંકળાયેલ ભેજાબાજ દ્વારા થતી કરામતથી સુરત પોલીસ કમિશનર અજય તોમર સહિતના અધિકારીઓ દિંગ બની ગયા : સુરતના એડી.પોલીસ ક્રાઇમ શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એ.સી.પી આર.આર..સરવૈયાના માર્ગદર્શન હેઠળ સુરત એસ. ઑ.જી. પીઆઇ આર.એસ. સુવેરા ટીમ દ્વારા કાબિલે દાદ કામગીરીની વિગતો જાણી આヘર્ય ચકિત થયા વગર નહિ રહી શકો

 રાજકોટ તા. ૨૯ : પ્રથમથી એક્‍ટિવ સીમકાર્ડ કોઈ જાતના આધાર પુરાવા વગર અન્‍યોને આપી દેવા માટે ખુદ મોબાઈલ કંપની સાથે સંકળાયેલ સ્‍ટાફ દ્વારા પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરી અદભૂત છેતરપીંડી કરવાના ચોકવનારા ષડયંત્ર પરથી સુરત એસ. ઓ.જી. પીઆઇ આર.એસ. સુવેરા તથા તેમની ટીમ દ્વારા જાગળત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને મળેલ ફરિયાદ સંદર્ભે ક્રાઇમ બ્રાન્‍ચના એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને અનેક ચકચારી મામલાઓ પરથી પડદો ઉચકનાર એસીપી આર.આર.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ખોલી નાખ્‍યો છે.  
ઍસ.ઓ.જી. પીઆઇ આર.ઍસ.સુવેરા, તથા પીએસઆઇ વી.સી.જાડેજા નાઓએ આ પ્રવળતિની ગંભીરતાને ધ્‍યાનમાં રાખી ઍસ.ઓ.જી.,ની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. જે ટીમો દ્વારા શહેર વિસ્‍તારમાં સિમકાર્ડ વેચાણ કરતા દુકાનદારો, ડીસ્‍ટ્રીબ્‍યુટરો, ઍજન્‍ટો વિગેરે ઉપર વોચ રાખવામાં આવી રહેલ હતી. તે દરમ્‍યાન આજરોજ ઍસ.ઓ.જી. શાખાના, એએસઆઇ મહેશદાન વજુભાઈ, એચસી જગશી શાંતીલાલ, એચસી ધવલભાઈ વાલજીભાઈ, એચસી મહેન્‍દ્રસિંહ દિલીપસિંહ, એચસી અજયસિંહ રામદેવસીંહ, પીસી દેવેન્‍દ્રદાન ગંભીરદાન, પીસી સિકંદર બિસમીલ્લા નાઓ સાથે સુરત શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પીસી દેવેન્‍દ્રદાન ગંભીરદાન, પીસી સિંકદર બિસમીલ્લા નાઓને બાતમી મળેલ કે, પાંડેસરા તેરેનામ રોડ લક્ષ્મીનગર ખાતે રહેતો વિશાલ શર્મા નાનો પાંડેસરા નેમનગર પાસે જાહેર રોડ ઉપર ટેબલ તથા  છત્રી રાખી અલગ અલગ કંપનીના સિમકાર્ડ વેચવાનો ધંધો કરે છે અને તેની પાસે સીમ કાર્ડ લેવા આવતા ગ્રાહકોની જાણ બહાર તેમના નામે ઍકટીવ કરેલ સિમકાર્ડ પોતાની પાસે રાખી જે લોકો પાસે પોતાના આઈ-ડી પ્રુફ ન હોય તેવી વ્‍યક્‍તિ પાસે વધુ પૈસા લઇ આવા ઍક્‍ટીવ કરેલ સિમકાર્ડ વેચાણ કરે છે જે બાતમી આધારે સદરહુ જગ્‍યાઍ રેઇડ કરી આરોપી નામે વિશાલ જંગબહાદુર શર્મા ઉં.વ.૧૮ રહે-પ્‍લોટ નં- ૧૩૩, લક્ષ્મીનગર, તેરેનામ રોડ, પાંડેસરા, સુરતશહેર મુળ રહે-ગામ-આશાપુર ચંદઇ પોસ્‍ટ- રસુલાબાદ,થાના-મહારાજગંજ જી-ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશ વાળાને ઝડપી પાડી તેની પાસેથી વીઆઇ તથા એરટેલ કંપનીના અગાઉથી ઍક્‍ટીવ કરેલા સીમકાર્ડ નંગ-૧૧ કિ.રૂ..૫૫૦ના મળી આવેલ છે.
  મજકુર આરોપીની પુછપરછ કરતા તેણે જણાવેલ કે, પોતે વીઆઇ તથા એરટેલ કંપનીમાં સિમકાર્ડ વેચાણ કરવા માટે મહિને રૂ.૯,૦૦૦/-માં ઍજન્‍ટ તરીકેની નોકરી કરે છે, પરંતુ વધુ સિમકાર્ડ વેચવાથી વધુ કમિશન તેમજ પ્રિ-ઍક્‍ટીવ સિમકાર્ડ વેચવાથી વધારે પૈસા મળશે તે લાલચે તેણે વીઆઇ કંપની તરફથી આપવામાં આવેલ ‘SMART CONNECT' નામની ઍપ્‍લીકેશન ડાઉનલોડ કરી કંપની તરફથી આપવામાં આવતી આઈ-ડી તથા પાસવર્ડ મારફતે ઍપ્‍લીકેશનમાં લોગીન થઈ સિમકાર્ડ ખરીદી કરવા આવતા ગ્રાહકો પાસેથી તેમનો આધાર કાર્ડ નંબરની વિગત મોબાઈલ ઍપ્‍લીકેશનમાં કસ્‍ટમર એપ્‍લીકેશન ફોર્મ ભરી તે ફોર્મમાં ગ્રાહકનો ફોટો અપલોડ કરી સિમકાર્ડ ઍકટીવ કરે છે. તેમજ એરટેલ કંપનીની તરફથી આપવામાં આવેલ મિત્રા નામની ઍપ્‍લીકેશનમાં પોતાની આઈ-ડી તથા પાસવર્ડ મારફતે ઍપ્‍લીકેશનમાં લોગીન થઈ સિમકાર્ડ ખરીદી કરવા આવતા ગ્રાહકો પાસેથી તેમનો આધાર કાર્ડ નંબરની વિગત મોબાઈલ ઍપ્‍લીકેશનમાં કસ્‍ટમર એપ્‍લીકેશન ફોર્મ ભરી તે ફોર્મમાં ગ્રાહકનો ફોટો અપલોડ કરી સિમકાર્ડ ઍકટીવ કરે છે. આ દરમ્‍યાન તે ગ્રાહકની જાણ બહાર ઍનકેન પ્રકારે ઉપર મુજબ પ્રોસેસ કરી બીજુ ફોર્મ ભરી તેના નામે બે સિમકાર્ડ ઍકટીવ કરાવી તે પૈકીનુ ઍક સિમકાર્ડ ઍક્‍ટીવ કરી ગ્રાહકને આપી તથા તેના નામનું બીજુ સિમકાર્ડ ઍકટીવ પોતાની પાસે રાખી મુકી બાદમાં તેને ઍક્‍ટીવ કરેલ સિમકાર્ડ જે લોકો પાસે પોતાના નામના કોઈ ઓળખના પુરાવા ન હોય તેવી વ્‍યકિતઓને ઉંચી કિંમતે વેચાણ કરવાનો હોવાનો ચોકાવનારો ખુલાસો કરેલ છે.

 

(11:26 am IST)