Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

મેઘરજમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ: કાર અને બાઈક અથડાયા બાદ મામલો બિચક્યો : ગાડીના કાચ તોડ્યા

DySP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિને નિયંત્રણમાં લીધી

 

અરવલ્લીના મેઘરજમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થતા સ્થિતિ પ્રવાહી નાં બને તેની તકેદારીના ભાગરૂપ DySP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો છે. દરમિયાન, પ્રાથમિક માહિતીનુસાર ટોળામાં રહેલા કેટલાક લોકોએ ભાજપના કાર્યકર્તાની ગાડીના કાચ તોડ્યાના અહેવાલ મળી રહ્યા છે. 

અરવલ્લીના મેઘરજમાં જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં બાઇક-કાર  વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતની ઘટના બાદ બે જૂથ આમને-સામને આવી જતા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો અને વાહનોમાં તોડફોડથી સ્થિતિ ભારેલા અગ્નિ જેવી બનવા જઈ રહી હતી.પરંતુ, સ્થાનિક પોલીસે સ્થિતિ પર નિયંત્રણ કરી લેતા હાલ કોઈ ચિંતા જનક પરિસ્થિતિ નથી.  

(1:07 am IST)