Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ધાર્મિક લાગણી દુભાઈ હોય તો માફી માગુ છું :ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે નવો વીડિયો વાયરલ

વિવાદ અને ફરિયાદ થતા કિશન ભરવાડે સોશ્યલ મીડિયામાં માગી હતી માફી

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં હાલમાં મૃતક કિશન ભરવાડ નામના યુવક તેણે કરેલી વિવાદિત પોસ્ટ મામલે માફી માગતો વીડીયો શેર કરે છે.

કિશન ભરવાડે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાઈ હોય તો માફી માગુ છું તેવું નિવેદન પણ કર્યું હતું. વિવાદ અને ફરિયાદ થતા કિશન ભરવાડે માફી માગી હતી  સોશિયલ મીડિયામાં 10 સેકન્ડનો વીડિયો જાહેર કરી કહ્યું હતું કે જે ફેસબુકમાં મૈ વિડીયો અપલોડ કરેલો તેનાથી કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું. અને દિલગીર પણ છું. 
અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી.આ મામલે પોલીસે આરોપી શબ્બીર અને ઇમ્તિયાસની ધરપકડ કરી છે.જમાલપુરના મૌલવી મોહમદ અયુબ જાવરવાલાની પણ ધરપકડ કરવામાં આવી છે.ત્યારે શબ્બીર અને ઇમ્તિયાસની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.મૃતક કિશને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી.જો કે કિશનની વિવાદિત પોસ્ટને લઇને સમાધાન થયું છતાં આરોપીએ સમાધાનને માન્ય રાખ્યું ન હતું. 
આરોપીએ પોસ્ટ ધ્યાનમાં રાખીને કિશનની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.શબ્બીરે ફાયરિંગ કર્યુ હતું અને ઇમ્તિયાસ બાઇક ચલાવતો હતો.આપને જણાવી દઈએ કે, શબ્બીર નામના આરોપીના વિચારો જેહાદી પ્રકારના છે.આરોપી શબ્બીર મુંબઈના એક મૌલવીને મળ્યો હતો.જે દરમિયાન મુંબઈના મૌલવીએ જમાલપુરમાં રહેતા મૌલવી આયુબને મળવા કહ્યું હતું.ત્યારબાદ શબ્બીરે મૌલવી સાથે મુલાકાત કરીને હથિયાર માગ્યા હતા.આથી મૌલવી આયુબે શબ્બીરને હથિયાર આપ્યું હતું.હાલ આ સમગ્ર મામલે પોલીસે આરોપી શબ્બીર, તેના મિત્ર ઇમ્તિયાસ અને મૌલવી મોહમદ અયુબ જાવરવાલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધંધુકામાં ગોળીબારમાં યુવકની હત્યાનો મામલે આરોપી શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણને કોર્ટેમાં રજૂ કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સામે કોર્ટે 2 આરોપીના કોર્ટે
વધુમાં મુદ્દા પર પ્રકાશ પાડતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે અલગ અલગ પાસા પર તપાસ કરવામા આવી છે. આ હત્યા એક કોન્સ્પીરેસી છે. બે યુવાનોને અમે પકડી લીધા છે પણ યુવકોને રિવોલ્વર આપનાર મૌલવી સામાન્ય વ્યક્તિ નથી. અમદાવાદ જિલ્લા પોલીસે મૌલવીને પડક્યા છે. મૌલવીએ યુવાનોને રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા છે. તેમજ હત્યારાઓ કેવી રીતે પ્રેરિત થયા તેની માહિતી મેળવવામાં આવી છે.

(11:54 pm IST)