Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સુરતના જુવેનાઇલ રિમાન્ડ હોમમાં કોરોના સંક્રમણ ફેલાયું : એક કિશોર અને ત્રણ કર્મચારીઓ સંક્રમિત

રિમાન્ડ હોમમાં ચાર પોઝિટિવ કેસ આવતા અન્ય 18 લોકોના પણ ટેસ્ટિંગ કરાયા :14 લોકોના રિપોર્ટ નેગેટિવ :કોરોના રિપોર્ટ પોઝિટિવ લોકોને અલગ રુમમાં આઇસોલેટ કરાયા

સુરત: શહેરમાં હવે રિમાન્ડ હોમમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે.સુરત જુવેનાઇલ રિમાન્ડ હોમમાં પણ કોરોના કેસ નોંધાયા છે. એક કિશોર અને જુવેનાઇલ હોમના ત્રણ કર્મચારીઓ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે જુવેનાઇલ હોમને ક્લસ્ટર ઝોન જાહેર કરાયો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશમના ધન્વંતરી રથ દ્વારા જુવેનાઇલ રિમાન્ડ હોમમાં તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ કરતા રિમાન્ડ હોમમાં પણ કોરોના સંક્રમણ ફેલાયાનું સામે આવ્યુ છે

સુરત રિમાન્ડ હોમમાં ચાર પોઝિટિવ કેસ આવતા અન્ય 18 લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 14 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો જેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે લોકોને અલગ રુમમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે.

(9:04 pm IST)