Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સુરતના ઉદ્યોગો માટે ટ્રાન્સપોર્ટેશનનો નવો માર્ગ ખુલ્યો એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલ શરૂ

14 હજાર સ્કવેર ફુટમાં ફેલાયેલ કાર્ગો ટર્મીનલ: હજીરા, ડાયમંડ ઉદ્યોગને ફાયદો વધારે થશે

સુરતઃ સુરતના ઉદ્યોગો માટે  ટ્રાન્સપોર્ટેશન માટે નવો માર્ગ ખુલ્યો છે સુરત એરપોર્ટ  પર ડોમેસ્ટિક કાર્ગો ટર્મીનલની શરૂઆત કરાઈ છે  અત્યાર સુધી સુરતથી દરિયાય માર્ગે , રેલ્વે માર્ગે અને રોડ માર્ગે માલની લાવા લઇ જવાનું કામ થતું હવે હવાઇ માર્ગે પણ કામગીરી શરૂ થતા ઉદ્યોગને બેનીફિટ થશે ખાસ કરીને હજીરા, ડાયમંડ ઉદ્યોગને ફાયદો વધારે થશે.

સુરત દ્વારા પહેલા એરપોર્ટની માંગ અને એરપોર્ટ ચાલું થતાની સાથે કાર્ગો ટર્મીનલની માંગ કરવામાં આવી હતી. જે આખરે પુર્ણ થઇ છે. કારણ કે ડાયમંડ ઉદ્યોગમાં રફ હીરા બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. જે વાયા મુંબઇ થઇને બાય રોડ અથવા ટ્રેન માર્ફતે સુરત આવે છે જેમાં બે દિવસનો સમય લાગી જાય છે. પણ હવે ડોમેસ્ટીક કાર્ગો તૈયાર થવાને કારણે આ પ્રોડકટ તાત્કાલીક સુરત આવી શકશે. ઉપરાંત હજીરા ઔધોગીક એકમનોને પણ ફાયદો થશે . હજીરા ખાતે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જેમને પણ એર કાર્ગોની મદદથી મુંબઇ ઇને દિલ્હી કાર્ગો કનેકટ થવાથી પ્રોડકટ ઝડપથી મોકવામાં પણ સરળતા થશે.
સુરતના બંન્ને સાંસદો દ્વારા પણ સુરત ખાતે ફલાઇટ કનેકટીવીટી વધે અને સાથો સાથ કાર્ગો સુવિધાની શરૂઆત થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. જેને લઇનેજ આખરે સુરતમાં કાર્ગો ટર્મીનલની શરૂઆત કરવામાં આવી છે. 9 કરોડના ખર્ચે ખાસ આ કાર્ગો ટર્મીનલ તૈયાર કરવામાં આવ્યું છે. 14 હજાર સ્કવેર ફુટમાં કાર્ગો ટર્મીનલ ફેલાયેલું છે

(11:09 pm IST)