Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ચીનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને લાવવા માટે વિમાનની વ્યવસ્થા કરશું : નીતિનભાઈ પટેલ

ચીનમાં ભારતીયો માટે સરકાર ચિંતિત : વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં

અમદાવાદ : ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ચીનમાં ફસાયા છે. ચીનમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને યુનિવર્સીટીએ બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ એરપોર્ટ પર અટવાયા છે. જેમાં 100થી વધુ ગુજરાતના વિદ્યાર્થીઓ છે. ત્યારે ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ બાદ ત્યાંના ભારતીયો માટે સરકાર ચિંતીત છે અને વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે. સાથે જ ચીનથી વિદ્યાર્થીઓને લાવવા માટે ખાસ વિમાનની પણ વ્યવસ્થા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

(7:45 pm IST)