Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

પાદરા પંથકની પરણીતાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ ગુજારનાર નરાધમ આસિફ સિંધાને જેલ ભેગો કરાયો

પાદરા પોલીસે બળાત્કાર તેમજ મારી નાખવાની ધમકી આપવાનો ગુન્હો નોંધ્યો

વડોદરા : પાદરા તાલુકાના એક ગામની પરિણીતાના બેલ્કમેઇલ કરીને અવાર નવાર દુષ્કર્મ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે પરિણીતાના મોબાઈલ માં ફોટા પાડી નેટ પર અપલોડ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી અવર નવર દુસ્ક્રમ આચરતા મુસ્લિમ યુવક સામે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી

 .. આરોપી પરિણીતાના બિભસ્ત ફોટા પાડી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. દોઢ વર્ષથી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

 પાદરા તાલુકાના ઉમરાયા ગામે પરિણીતા સાથે યુવક દુષ્કમ આચરતો હતો. યુવતીને વારંવાર હેરાન કરી યુવતીના બીભત્સ ફોટા પાડી લીધા હતા. યુવતી જ્યારે પોતાના ઘરે કામ કરતી હોય તે દરમિયાન આરોપી ફોટા પાડી લીધા હતા. યુવતીને ફોટાના આધારે ધમકી આપતો હતો કે મારી સાથે શારીરિક સંબંધ નહિ રાખે તો આ ફોટા સોસીયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ. તારી સમાજ માં ઈજ્જત બગાડીસ એટલું જ નહીં પરંતુ યુવક પરિણીતાના પરિવારને મારી નાખવાની ધમકી પણ વારંવાર આપતો હતો. દોઢ વર્ષથી યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરતો હતો. પરિણીતાએ આખરે પોતાના પરિવારને જાણ કરી હતી અને પરિવાર સાથે પરિણીતા એ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

        પાદરા પોલીસે ફરિયાદના આધારે નરાધમની શોધખોળ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં આસીફ સિંધા નામના યુવકની ધરપકડ કરી લીધી હતી. જેલ ભેગો કર્યો હતો પાદરા પોલીસે બળાત્કાર તેમજ મારી નાખવાની ધમકી આપવાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં અચાનક વધારો થયો છે.

(7:13 pm IST)