Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગુજરાત પોષણ અભિયાન 2020 અંતર્ગત માંડલની 97 આંગણવાડીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

સ્વસ્થતા, સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓની આરોગ્ય તપાસ વાનગી હરિફાઈ સહિતના કાર્યક્રમ યોજાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :ગુજરાત પોષણ અભિયાન 2020 અંતર્ગત ઘટક માંડલ 1 થી 97 આંગણવાડીમાં સરકારની સૂચના મુજબ  25-01-2020 થી તારીખ 29-01-2020 સુધી વિવિઘ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ ના સીધા માર્ગદર્શન હેઠળ નરેન્દ્રસિંહ રાઠોડની દેખરેખ હેઠળ ઘટક માંડલ માં સ્વસ્થતા, સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓની આરોગ્ય તપાસ વાનગી હરિફાઈ જેવા કાર્યક્રમ કરી લોક જાગૃતિ કરવામાં આવી હતી. તેમજ કુપોષણ દુર કરવા દરેક લાભાર્થી ને તેમનો લાભ મળી રહે તે માટે પુરતા પ્રયત્ન માંડલ સી.ડી.પી.ઓ. મીતા જાની સહીતના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

(6:44 pm IST)