Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

માલપુર નજીક ડુંગર વિસ્તારમાં ઝાડ પર પ્રેમી પંખીડાની લટકતી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો: પોલીસે પંચનામું કરી તપાસ હાથ ધરી

માલપુર:નજીક ગુગલી વિસ્તાર પાસે આવેલા ડુંગર નજીક ઝાડ ઉપર સગીર યુવક યુવતી કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર મચી હતી. બંને સગીર પ્રેમી યુગલ ના મૃતદેહ મળી આવતાં માલપુર પોલીસે મૃતદેહ નું પંચનામુ કરી મૃતદેહ નીચે ઉતારી તપાસ હાથ ધરી હતી.સગીર વયના યુવક યુવતીના ઝાડ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટયા હતા.

માલપુરમાં રહેતી 15 વર્ષિય યુવતી અને ઓડ વિસ્તારમાં રહેતો 17 વર્ષિય યુવકની માલપુર ના ગુગલી વિસ્તાર તથા વાત્રક ડેમ નજીક જંગલ વિસ્તારના ડુંગર ઉપર થી ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી હતી.બંને સગીર યુવક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ ની ડાળીએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યું છે.

(5:50 pm IST)