Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ડીસા તાલુકાના જુના ડીસા હાઇવે પર દબાણ હટાવ ઝુંબેશ: હાઇકોર્ટના આદેશ દ્વારા 1153 દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

ડીસા: તાલુકાના જુના ડીસા હાઈવે ઉપર આવેલા સર્વે નંબર ૧૧૫૩ની સરકારી જમીન ઉપર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટયો હતો. જેના પગલે જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટમાં ૧૧૫૩ સરકારી જમીન સર્વે નંબર ઉપર દબાણ દૂર કરવા ફરિયાદ દાખલ કરી હતી. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા હાઈકોર્ટના આદેશ અનુસાર ૧૧૫૩ ઉપર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

અરજદારની રજુઆતથી હાઈકોર્ટમાં સરકારી જમીન ઉપર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણો કરવામાં આવ્યા હોવાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પરંતુ વહીવટી તંત્ર દ્વારા આજદિન સુધી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીમાં ઢીલાશ રાખવામાં આવી હતીજે બાદ અરજદાર કલ્પેશભાઈ સુથાર દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જે બાદ ડીસાના નાયબ કલેક્ટર દ્વારા હાઈકોર્ટના આદેશ અનુસાર દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે સાથે જુના ડીસા ગ્રામ પંચાયતના સરપંચ બબાભાઈ ખટાણા દ્વારા પણ જુના ડીસા હાઈવે ઉપર આવે સર્વે નંબર ૧૧૫૩  ઉપર વધી રહેલા ગેરકાયદેસર બાંધકામને વહીવટી તંત્રને ધારદાર રજુઆત કરવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા પણ ગામના સરપંચ તથા સભ્યોની રજુઆતના પગલે  જુના ડીસા હાઈવે ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને દબાણકારોના પાણીલાઈટના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે અને ટુંક સમયમાં જુના ડીસા હાઈવે ઉપરના થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 

(5:49 pm IST)