Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમદાવાદમાં કાલે છ મુમુક્ષુઓ દિક્ષા ગ્રહણ કરશેઃ પતિ- પત્નિ- પુત્ર- પુત્રી અને બે ભાણેજનું સંયમ માર્ગે પ્રયાણ

અગાઉ જૈન પરિવારમાં ત્રણ દિક્ષા થયેલઃ પિત્રાઈ બહેન, સગાભાઈ અને માતાએ પ્રવજયા અંગીકાર કરેલ

અમદાવાદઃ જૈન સમાજમાં સંયમ માર્ગ સૌથી કઠીન છે. આવતીકાલે તા.૩૦ના રોજ અમદાવાદમાં એકસાથે છ મુમુક્ષુઓની દિક્ષા રિવરફ્રન્ટ પાલડી ખાતે યોજાનાર છે. મુંબઈના વાલકેશ્વરમાં રેડીમેડ ગારમેન્ટનો કરોડોનો ધંધો છોડીને સંયમ માર્ગ અપનાવનાર સંદીપભાઈ જૈનનો પરિવાર ઉપરાંત તેમના ભાણેજ- ભાણી પણ આત્મકલ્યાણ અર્થે ગ્રહણ કરશે.

સંદીપભાઈએ જણાવેલ કે,'નોટબંધી વખતે દેશમાં સૌ લોકો ૫૦૦ અને ૧૦૦૦ની નોટોના બંડલ લઇને દોડતા હતા. મેં જોયું કે સાધુ-સાધ્વીજીઓ અને ભગવંતોને આનું કોઇ જ ટેન્શન ન હતું કારણ કે તેઓ સાચા અર્થમાં સુખી હતા. મને થયું ભૌતિક સુખો જ માણસને પરાધિન અને લાચાર બનાવે છે.  બિઝનેસ હોય કે નોકરી સંસારમાં કોઇને દુઃખી કરો તો જ ભૌતિક સુખ મળે છે. અમારે આવું ક્ષણિક સુખ હવે જોઇતું નથી'

કાલે ૩૦ મી જાન્યુઆરીએ અમદાવાદમાં રિવરફ્રન્ટ પાલડી ખાતે યોજાનારા દીક્ષા '૧૯ વર્ષના દીક્ષાર્થી પુત્ર વજ્રે વાલકેશ્વરની ગોપી બીરલા હાઇસ્કુલમાં ૧૦ માં ધોરણમાં ૯૦ ટકા લાવ્યો હતો. તેમ છતાં આગળ અભ્યાસ કરવામાં રૂચિ ન થતા સ્વેચ્છાએ જૈન ધર્મનું ધાર્મિક શિક્ષણ લેવા તરફ વળ્યો હતો. ૧૭ વર્ષની દીક્ષાર્થી પુત્રી લબ્ધિને તો વજ્ર કરતા પણ વહેલા ૯ માં ધોરણમાં અધ વચ્ચેથી જ સ્કૂલ છોડી દીધી હતી.  બંનેને સ્કૂલ કરતા ધર્મના ટયૂશનમાં વધારે રસ પડતો જણાતો હતો. મુંબઇમાં ચાતુર્માસ દરમિયાન અમે ગુરૂ ભગવંતોના સાનિધ્યમાં બાળકોને રાખ્યા હતા. અમે વિચાર્યુ કે જો એમના કર્મ દીક્ષા લેવાના હશે તો દીક્ષાના ભાવ જરૂર જાગશે. છેવટે સાધુ અને ભગવંતોના સંગથી દીક્ષા ભાવ જાગતા પુત્રી લબ્ધિ અને વજ્ર એ પણ સંયમમાર્ગેનો સંકલ્પ લીધો.'

(4:04 pm IST)