Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

શંલેની ૨૭ એન્કર ઇન્વેસ્ટર્સને ૪૯૨ કરોડના શેરની ફાળવણી

પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ૨૭૫થી ૨૮૦: શંલે હોટેલ્સનો આઇપીઓ ૩૧મીએ બંધ થશે : ઇશ્યૂની આવકનો ઉપયોગ ઋણની ચુકવણીના ઉદ્દેશ માટે કરાશે

અમદાવાદ,તા. ૨૯: ભારતમાં મુખ્ય મેટ્રો શહેરોમાં હાઇ-એન્ડ હોટેલ્સની માલિક, ડેવલપર અને એસેટ મેનેજર શઁલે હોટેલ્સ લિમિટેડ દ્વારા આજે તેના ૨૭ એન્કર રોકાણકારોને ઇક્વિટી શેર દીઠ રૂ. ૨૮૦ની કિંમતે(પ્રાઇઝ બેન્ડની અપર એન્ડ પર) ૧,૭૫,૮૪,૦૭૧ ઇક્વિટી શેરની ફાળવણી કરાઇ હતી, જેથી કુલ રકમ રૂ. ૪૯૨.૩૫ કરોડ થાય છે, જે રૂ. ૧,૬૪૦ કરોડનાં આઇપીઓ ખુલવા અગાઉ એન્કર ઇન્વેસ્ટરને ફાળવણીનાં ભાગરૂપે થઈ છે. આ સાથે જ શંલે હોટેલ્સ લિમિટેડનો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફર) આજે તા.૨૯ જાન્યુઆરી, ૨૦૧૯નાં રોજ ખુલ્યો હતો. આ આઇપીઓમાં રૂ. ૧૦ની ફેસ વેલ્યુનાં (ઇક્વટી શેર)નાં રૂ. ૯,૫૦૦ મિલિયનનાં ઇક્વિટી શેર (ફ્રેશ ઇશ્યૂ) અને ૨૪,૬૮૫,૦૦૦ ઇક્વિટી શેર (ઓફર થયેલા શેર)નાં વેચાણ માટેની ઓફર સામેલ છે. આ બિડ/ઓફર તા.૩૧ જાન્યુઆરી, ૨૦૧૯નાં રોજ બંધ થશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૨૭૫થી રૂ. ૨૮૦ છે. બિડ લઘુતમ ૫૩ ઇક્વિટી શેરનાં લોટમાં થઈ શકશે અને પછી ૫૩ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે એમ શંલે હોટલ્સ લિ.ના એમડી અને સીઇઓ સંજય શેઠી અને એકઝીકયુટીવ ડાયરેકટર અને સીએફઓ રાજીવ નેવરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઓફર ફોર સેલમાં (૧) રવિ સી રાહેજાનાં ૫,૫૫૦,૦૦૦ ઇક્વિટી શેર (૨) નીલ સી રાહેજાનાં ૫,૫૫૦,૦૦૦ ઇક્વિટી શેર (૩) કે રાહેજા કોર્પ પ્રાઇવેટ લિમિટેડનાં ૧૦,૭૮૪,૧૭૬ ઇક્વિટી શેર (૪) પાલ્મ શેલ્ટર એસ્ટેટ ડેવલપમેન્ટ એલએલપીનાં ૮૦૦,૦૦૦ ઇક્વિટી શેર અને (૫) આઇવરી પ્રોપર્ટીઝ એન્ડ હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડનાં ૨,૦૦૦,૮૨૪ ઇક્વિટી શેર સામેલ છે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને મોર્ગન સ્ટેન્લી ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ છે. ફ્રેશ ઇશ્યૂમાંથી ચોખ્ખી આવકનો ઉપયોગ ચોક્કસ ઋણની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે થશે. 

(10:31 pm IST)