Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

હાર્દિક પટેલની મહેસાણામાં પ્રવેશબંધી મામલે હાઇકોર્ટમાં સરકારે વધુ સમય માંગ્યો: 11મી ફેબ્રુઆરીએ વધુ સુનાવણી

 

અમદાવાદ :પાસના કન્વીનર હાર્દિક પટેલની મહેસાણામાં પ્રવેશબંધી મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાજ્ય સરકારે એફિડેવિટ રજૂ કરવા વધુ સમયની માંગ કરી હતી. કોર્ટે એફિડેવિટ રજૂ કરવા રાજ્ય સરકારની માંગને માન્ય રાખી છે. અને મામલે વધુ સુનાવણી 11મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણામાં હાર્દિક પર અનેક FIR દાખલ કરાયેલી છે. હાર્દિક જ્યારે ઉપવાસ પર હતો ત્યારે મહેસાણામાં તેની પર FIR થઈ હોવાનો આક્ષેપ છે. અગાઉ કોર્ટે કાયદો અને વ્યવસ્થાનું પાલન થશે એવું એફિડેવિટ રજૂ કરવાનો હાર્દિકને હુકમ કર્યો હતો.

(9:56 pm IST)