Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

અમદાવાદમાં ચાર વર્ષની બાળકી સાથે અડપલાં કરવાના ગુન્હામાં સ્કુલના ડ્રાયવરને આજીવન કેદ

2014માં ઇમેજ ઈંગ્લીશ સ્કુલના ડ્રાયવર આરોપી સામે પોસ્કો સહીત ગુન્હામાં દોષિત

 

અમદાવાદ :વર્ષ ૨૦૧૪માં અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી ઇમેજ ઈંગ્લિશ સ્કુલના ડ્રાયવરે ચાર વર્ષની બાળકીની સાથે શારીરિક અડપલા કર્યાનો કેસ  મામલે સેસન્સ કોર્ટે 17 દસ્તાવેજી પુરાવા અને 14 સાક્ષીઓની જુબાનીના આધારે આરોપી પ્રતીક જોશીને પોક્સોના ગુનામાં દોષિત માનીને આજીવન કેદની સજા ફટકારી છે.

  આરોપી ઇમેજ ઈંગ્લીશ સ્કૂલમાં આરોપી ડ્રાયવર તરીકે નોકરી કરતો હતો. આરોપીએ ચાર વર્ષની બાળકીની જોડે શારીરિક અડપલાં કર્યા હતા. આરોપીએ કોર્ટેમાં બચાવ કરતા જણાવ્યું હતું કે તેની બંને કિડની ડેમેજ છે અને તેણે આવો કૃત્ય આચર્યુ નથી. પરંતુ સમાજમાં દાખલો બેસે તેને ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

(12:13 am IST)