Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વોરંટ ઇસ્યુ થતા પરેશ ધાનાણી કોર્ટમાં હાજર ;8મીએ સુનાવણી

ધરપકડ વોરંટ ઇસ્યુ થયું નથી પરંતુ તારીખની મુદત માટે કોર્ટમાં હાજર થવા જણાવાયું હતું :પરેશ ધાનાણી

 

અમદાવાદ :ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ધરપકડ વોરંટ ઈશ્યુ થતા પરેશ ધાનાણી કોર્ટમાં હાજર થયા હતા જો કે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા ધરપકડનું વોરંટ ઇસ્યુ નથી થયું.પરંતુ તારીખની મુદ્દત માટે હાજર થવા જણાવાયું હતું. આથી તેઓ હાજર થયા હતા.

  મામલે હવે 8 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.અત્રે ઉલ્લેખનીય છે કે પુતળા દહન કાર્યક્રમ અંતર્ગત પરેશ ધાનાણી,લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમર સહિત 11 કોંગી આગેવાનોને કોર્ટમાં હાજર થવા આદેશ અપાયા હતા. પાલિકા પ્રમુખ અલકા ગોંડલીયા સામે પણ વોરંટ બહાર પાડવામાં આવ્યુ છે.

(10:07 pm IST)