Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

અમદાવાદમાં ચાઈનીઝ દોરાના વેચાણ અને ઉપયોગ પર પણ પ્રતિબંધ : પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું

ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકાયો

અમદાવાદ : ઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા જણાવ્યું છે કે, ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે.

 14 જાન્યુઆરીના રોજ અમદાવાદીઓનો સૌથી પ્રિય તહેવાર ઉત્તરાણ આવી રહી છે. ત્યારે અમદાવાદના તમામ ધાબા ઉપર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને લોકો પોત પોતાના પરિવાર સાથે આ તહેવારની ઉજવણી કરતા હોય છે. અમદાવાદના તમામ ધાબા પર લોકો પતંગ ચગાવી લપેટ લપેટની બુમો પણ પાડ્તા હોય છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ઉત્તરાયણને લઇને એક જાહેરનામું બહાર પાડ્યું છે ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે.

વધુમાં અમદાવાદમાં રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ કરાયો છે. તો લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી થશે.

 તો સાથે જાહેર રસ્તાઓ પર પશુઓના ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકાયો છે. જો ઉત્તરાયણમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થશે તો પણ ગુનો નોંધવામાં આવશે. કાર પાવડર, પ્લાસ્ટિક કે પાકા સિન્થેટીક મટિરિયલનો નહીં વાપરી શકાય.

(11:47 pm IST)