Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ડેડીયાપાડાના ખેડૂતોને નેચરલ વિલેજ ગ્રૂપ, નર્મદા દ્વારા પ્રાકૃતિક શાકભાજી અંગે સમજ અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારના સ્થાનિક ગ્રામોના ખેડૂતોને વેલા વાડી શાકભાજી મંડપ સહાય વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત સહાયને "નેચરલ વિલેજ ગ્રૂપ - નર્મદા" દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા વાંદરી, કણજી, ડુમખલ ગામના ખેડૂતના 19 શાકભાજી મંડપોમાં મહત્તમ  "પ્રાકૃતિક શાકભાજી" અંગેની દરેક ખેડૂતોને સંપૂર્ણ માહિતી સાથે 10 ગુંઠા જમીનમાં શાકભાજી નું વાવેતર અંગેની સમજણ અપાઈ હતી.જેથી ખેડૂતોના પાકોનું વળતર બારેમાસ ચાલતું રહે અને "પ્રાકૃતિક શાકભાજી" નું સારા ભાવોથી વેચાણ કરી શકે તેમ નેચરલ વિલેજ ગ્રૂપ - નર્મદાના ભરતભાઇ તડવીએ જણાવ્યું હતું.

(11:21 pm IST)