Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

રાજપીપળામાં થથરાવતી ઠંડી વચ્ચે તાપમાન ગગળતા લોકો ઠુંઠવાતા તાપણાનો સહારો લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં સોમવારે સવારે પડેલી જોરદાર ઠંડીમાં લોકો થથરી રહ્યા હતા જેમાં સવારે શિયાળાનો સૌથી વધુ ઠંડો દિવસ જોવા મળ્યો, રાજપીપળાનું તાપમાન 14 ડિગ્રી જેવું ગગડેલુ જોવા મળતા લોકો કાપતા નજરે પડ્યા હતા. રોજ સવારે વેહલા ઉઠીને ચાલવા કે કામ અર્થે જતા લોકો એ તાપણાનો સહારો લીધો હતો જ્યારે કેટલા લોકો ઘરોમાં ભરાઈ રહેવા મજબૂર બન્યા હતા.જોકે બપોરે પણ ઠંડીનો ચમકારો રહેતા માર્ગો ઉપર ઓછી અવર જવર જોવા મળી જેમાં લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું.

(11:14 pm IST)