Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

BTP અને AIMIM ભાજપની બી અને સી ટીમ તરીકે કામ કરશે : અમિત ચાવડા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકારી વાયદાઓ સાથે સ્થાનિકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીનું દ્રશ્ય રજૂ કરાશે

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP અને AIMIMના ગઠબંધનની જાહેરાત અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આખી દુનિયા જાણે છે કે કોંગ્રેસને કેવી રીતે ડેમેજ કરવું એ કામ માત્ર ભાજપ જાણી રહી છે. હવે ભાજપની B અને C ટીમ તે કામ કરી રહી છે. પરંતુ લોકો ભાજપની રણનીતિ જાણી ગયા છે. ભાજપને ફાયદો કેવી રીતે કરાવી શકાય અને કોંગ્રેસની વોટબેંક કેવી રીતે તૂટી શકે તેના પર ધ્યાન આપે છે

 કોંગ્રેસ પ્રમુખનું માનવું છે કે, ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે, પોતાનો મત કયા ઉમેદવારને આપવો તેમને ખૂબ જ સારી રીતે ખબર છે. એટલે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ બહુ મોટો ઝટકો નહીં પડે તેવું તેમનું માનવું છે.

    ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થઇ શકે છે. જે અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે રીતે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ મોંઘવારી અને મિસ મેનેજમેન્ટ ભ્રષ્ટાચાર સહિતના કેટલાક મુદ્દાઓને લઈ કોંગ્રેસ હાલ બેઠકો કરી રહી છે. જેને લઇ ગુજરાતના લોકો ચોક્કસ નારાજ જોવા મળી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નક્કી કરેલા નિર્ણય અને સામાન્ય લોકોના અધિકારો ભાજપ દ્વારા ખેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

 કોંગ્રેસ એવું માની રહી છે કે, ગ્રામ્યમાં તેમનો ગઢ મજબૂત છે અને ગ્રામ્યમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને ખેડૂતોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓમાંથી તેઓ કેવી રીતે બહાર આવી શકે તે તમામ વાતો ખેડૂતોને સમજાવવામાં આવશે.

  કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા થોડાક દિવસો પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ નવનિયુક્ત કોંગ્રેસની ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં કોઓર્ડીનેશન સભ્યોની પણ નિમણૂક કરી દેવામાં આવી હતી. તેને લઈ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બેઠકમાં ખાસ કરીને અને હાલમાં ચાલી રહેલા અલગ-અલગ ગ્રામ્ય તથા સ્થાનિક કક્ષાએ ચાલી રહેલા મુદ્દાઓને લઇ ચર્ચા વિચારવિમર્શ કરવામાં આવી રહ્યો છે. જેમાં નવનિયુક્ત રચાયેલી કમિટીમાં જે સભ્યોની રચના થઈ છે તેઓને સ્થાનિક મુદ્દાઓ ભેગા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જે બાદ કોંગ્રેસ તમામ મુદ્દાઓને લઇ સમીક્ષા કરશે અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકારી કરેલા વાયદાઓ સાથે સ્થાનિકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીનું દ્રશ્ય તે જ સામાન્ય લોકો વચ્ચે મૂકવાનું કામ નવનિયુક્ત ટિમને સોંપવામાં આવ્યું છે.

(8:49 pm IST)