Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 1016 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 810 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 6 લોકોના મોત :મૃત્યુઆંક 4288 થયો : કુલ 2,28,144 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,42,655 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 174 કેસ, સુરતમાં 149 કેસ,વડોદરામાં 123 કેસ, રાજકોટમાં 79 કેસ, કચ્છમાં 34 કેસ,મહેસાણામાં 29 કેસ, ગાંધીનગરમાં 23 કેસ, બનાસકાંઠામાં 20 કેસ,જૂનાગઢમાં 19 કેસ, ભાવનગરમાં 18 કેસ, પંચમહાલમાં 17 કેસ, ખેડામાં 14 કેસ, નોંધાયા : હાલમાં 10,223 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 810 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 1016 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસો બાદ સતત નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 810 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ  1016 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,42,655 થઇ છે જયારે આજે વધુ  1016 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,28,144 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 6 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4288 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 94,02 થયો છે

  રાજ્યમાં હાલ 10,223 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 10,162 દર્દીઓ સ્ટેબલ છે, છેલ્લ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 52,906 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 94,90,011 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, અરવલ્લીમાં 1,પાટણમાં 1,અને સુરત કોર્પોરેશનમાં 1મળીને કુલ 6 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 810 પોઝિટિવ કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 174 કેસ, સુરતમાં 149 કેસ,વડોદરામાં 123 કેસ, રાજકોટમાં 79 કેસ, કચ્છમાં 34 કેસ,મહેસાણામાં 29 કેસ, ગાંધીનગરમાં 23 કેસ, બનાસકાંઠામાં 20 કેસ,જૂનાગઢમાં 19 કેસ, ભાવનગરમાં 18 કેસ, પંચમહાલમાં 17 કેસ, ખેડામાં 14 કેસ, નોંધાયા છે 

(7:28 pm IST)